સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

મોરબી જિલ્‍લા સહિત સૌરાષ્‍ટ્રભરમાં ગાંજો સપ્‍લાય કરનાર સપ્‍લાયર ઝડપાયા બાદ અમરેલી જિલ્‍લામાં ગાંજો સપ્‍લાય કરનાર શખ્‍સ ઝડપાયો

ફકત એક ટુંકા નામ પરથી સુરત એસ.ઓ.જી.પીઆઇ આર.એસ.સુવેરાં ટીમે સીપી અજયકુમાર તોમર એડી સીપી શરદ સિંઘલ અને ડીસીપી રાજદીપસિહ નકુમનાં માર્ગદર્શનમાં સફળતાની હેટ્રીક સર્જી

રાજકોટ તા.૧૩: મોરબી જિલ્‍લા સહિત સૌરાષ્‍ટ્રમાં ઓરિસ્‍સાથી ગાંજો લાવી સપ્‍લાય કરનાર શખ્‍સને કોઇ પણ ભોગે ઝડપી પાડવા રાજકોટ રેન્‍જ વડા સંદીપસિંહની સૂચના મુજબ મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા સુરત એસ.ઓ.જી.પીઆઇ આર.એસ. સુ વેરા ટીમ દ્વારા ઝડપી લીધાના પગલે પગલે સુરત પોલીસ કમિનશર અજયકુમાર તોમર, એડી.પોલીસ કમિશનર શરદ સિઘલ અને ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શન હેઠળ સફળતાની વધુ એક હટ્રિક સર્જી છે.
ગઇ તા.૭/૮/ ૨૦૨૨ના રોજ એસ.ઓ.જી. અમરેલીએ ચલાલા પો.સ્‍ટે.હદ્દ વિસ્‍તારમાંથી આરોપી નુરમામોદ નજરમામદ બ્‍લોચ ઉ.વ.૫૧ રહે. ચલાલા તળાવ કાંઠા દહીડા વાસ માર્કેટ યાર્ડ ડેપો પાછળ તા.ધારી.જી. અમરેલીના એ સંતાડી રાખેલ નશાકારક પ્રતિબંધિત ગાંજો વજન ૧.૧૯૪ કિ.ગ્રા. કિં.રૂ. ૧૧,૯૪૦/- ની મતાનો કબ્‍જે કરી ગાંજાનો જથ્‍થો આપનાર સહિત તમામ આરોપીઓ વિરૂધ્‍ધમાં નાર્કોટીકસ અંગેનો ગુનો ચલાલા પો.સ્‍ટે.માં દાખલ કરવામાં આવેલ હતો જે કબ્‍જે કરવામાં આવેલ નશાકારક પ્રતિબઁધિત ગાંજાનો જથ્‍થો સુરત શહેર ખાતે રહેતા કલ્‍પેશભાઇ જેના પુરા નામ સરનામાની ખબર ન હોય તેણે આપેલ હોવાની હકીકત જણાઇ આવેલ છે. જેથી આ આરોપીને પકડવા અમરેલી એસ.ઓ.જી.ની ટીમ સુરત ખાતે આવી સુરત શહેર એસ.ઓ.જી., સાથે સંકલન સાધતા એસ.ઓ.જી.પી.આઇ. આર.એસ.સુવેરા તથા પીએસઆઇ વી.સી.જાડેજાનાઓએ આ આરોપી બાબતેની માહિતી અમરેલી એસ.ઓ.જી., પાસેથી મેળવી આરોપીને આઇડેન્‍ટીફાઇ કરી તાત્‍કાલીક ઝડપી પાડવા એસ.ઓ.જી.ેની અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલ જે ટીમો દ્વારા વોન્‍ટેડ આરોપી બાબતે ટેકનીકલ જેમાં અમરેલી એસ.ઓ.જી. પોલીસ સાથે સુરત શહેર એસ.ઓ.જી.ના પોલીસ માણસો વોન્‍ટેડ આરોપીની તપાસ કરવા માટે પેટ્રોલીંગમાં હતા. દરમ્‍યાન એસ.ઓ.જી.,ના એએસઆઇ જલુભાઇ મગનભાઇ તથા હેડકોન્‍સ્‍ટેબલ અશોકભાઇ લુણીનાઓને મળેલ બાતમી આધારે આરોપી કલ્‍પેશભાઇ મનસુખભાઇ પ્રજાપતિ ઉ.વ.૩૯ રહે. ફલેટ નં.૪૦૨ યોગીકૃપા એપાર્ટ. ચોથો માળ મગનનગર સોસા. સિંગલપોર સુરત મુળ વતન ગામ સમઢીયાળા (ચારણનું) તા. ગોંડલ જી.રાજકોટવાળાને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
 મજકુર આરોપીની પુછપરછ કરતા જણાવેલ કે, પોતે છુટક મજુરી કામ કરતો હોય પરંતુ મજુરીકામ બરાબરો મળતુ ન હોય જેથી પોતે ચોરી છુપીથી છુટકમાં ગાંજાનું વેચાણ કરતો હતો આ દરમ્‍યાન અમરેલી ખાતે પકડાયેલ આરોપીએ ગાંજાનો જથ્‍થો મંગાવતા પોતે અમરેલી ખાતે જઇ ગાંજાનો જથ્‍થો વેચાણથી આપી આવેલ હોવાથી હકીકત જણાવેલ હતી.
જેથી મજકુર આરોપી વિરૂધ્‍ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે અમરેલી એસ.ઓ.જી.ને કબ્‍જો સોપેલ છે.

 

(1:24 pm IST)