સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

વિસાવદરમાં ઘર ઘર તિરંગો લહેરાવવા પાલિકા પ્રમુખ કૌશિક વાઘેલાની અપીલ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૧૨: વિસાવદરમાં વોર્ડ નં.પ જીવાપરા ખાતે વિસાવદર નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઇ વાઘેલા, નગરપાલિકાના સદસ્‍ય કમલેશભાઈ રીબડીયા તથા નગરપાલિકાના સદસ્‍ય રમણીકભાઈ દુધાત્રા તથા ભાજપ   અગ્રણી ઉદય મહેતા દ્વારા જીવાપરામાં ઘરે ઘરે જઈ  તિરંગો આપી પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવવા માટે અપીલ કરી હતી.

(1:24 pm IST)