દ્વારકા જિલ્લામાં ફરી કોરોના ઉછાળો!! ભાણવડમાં ૧૧ નવા કેસ
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૩ :.. દ્વારકા જિલ્લામાં કેટલાક દિવસની કોરોના પોઝીટીવ મંદ પડયો હતો તથા રોજ એક-બે પોઝીટીવ કેસ નોંધાતા હતા ત્યારે ગઇકાલે એક જ દિવસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેર તથા નજીકના વિસ્તારોમાં નવા ૧૧ પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર દોડયું હતું.
ભાણવડના રૃપામોટા ગામે, તેનકવડ, જશાપર, શહેરના જુમા મસ્જીદ પાસે મેવાસા ગામ, રામેશ્વર પ્લોટ, સાડીના કારખાના પાસે તથા ભાણવડ શહેરમાં મળી નવા ૧૧ કેસો નોંધાતા એકેડેમીક ઓફીસર એમ. ડી. જેઠવાની ટીમ દ્વારા ભાણવડમાં ખાસ ટીમો ઉતારી સર્વે તથા તમામ દર્દીઓના નિરીક્ષણ તથા સંપર્કમાં આવેલાઓનું ચેકીંગ હાથ ધરાયું હતું ૪૧૯ ના ટેસ્ટીંગ થયેલા જેમાં ભાણવડમાં જ ૧૧ નવા કેસ આવ્યા હતા જો કે ભાણવડના ત્રણ, દ્વારકાના પાંચ તથા ખંભાળીયાના એક મળી નવ દર્દીઓ સાજા પણ થયા હતાં.
શ્રાવણ માસના મોટા તહેવારો નજીક આવે છે ત્યારે કોરોના પોઝીટીવમાં ઉછાળો ચિંતાજનક બન્યો છે.