સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

ખંભાળિયા હર ઘર તિરંગામાં ઉત્સાહના અતિરેકમાં રાષ્ટ્રધ્વજની ગરીમા જળવાય તે જોવા અપીલ

કેટલીક દુકાનોમાં અડધા નમેલા ધ્વજ

 (કૌૈશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૬ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીને ૭પ વર્ષ પુરાથતાં સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે હર ઘર તિરંગા કાર્યક્રમ ચાલી રહયો છે. જેમાં લોકો ઉત્સાહ સાથે ઘેર દુકને તીરંગો ફરકાવે છે ત્યારે ઉત્સાહના અતિરેકમાં કયાંક કયાંક રાષ્ટ્રધ્વજની ગરિમા ના જળવાતી હોય તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઇ છે.

ખંભાળિયા શહેરમાં દુકાનો તથા ઘેર તીરંગા ઉભા રાખવાને બદલે આડા ઝંડીની જેમ લગાડાયા હતા. તો કયાંક રાષ્ટ્રીય શોકમાં અડધી કાઠીએ ધ્વજ ફરકાવે તેમ રાખતા હોય કેટલાક જાગૃત પત્રકારો તથા જાગૃત યુવાનો દ્વારા સમજાવાયા હતા.

જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડયા દ્વારા પણ રાષ્ટ્રધ્વજની ગરીમા જળવાય તથા તેના પુર્ણ આન બાન અને શાનની મયાર્દા જાળવીને આ ઉજવણી કરવા અનુરોધ પણ કરાયો હતો.

(4:04 pm IST)