સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

દામનગરમાં વાલ્‍વ લીક થવાથી પાણીની રેલમછેલ

(વિમલ ઠાકર દ્વારા)દામનગર તા. ૧૩ : ઉનાળાના દિવસોમાં પાણીની કિંમત કેટલું હોય છે તે સારી રીતે સમજી શકાતું હોય છે. જ્‍યારે અહીંયા ડ વર્ગ ધરાવતી દામનગર નગરપાલિકા વિસ્‍તારના સરદાર સર્કલ નજીક ઝાપાના મેલડી માનાં મંદિર સામે છેલ્લા ઘણા દિવસોથી લીક થયેલ વાલ્‍વ ને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. શહેરનો આ હાર્દ સમો વિસ્‍તાર હોય સત્તાધીશોના લોકો અહીંથી પસાર થાય છે પરંતુ ધ્‍યાન અપાતું નથી. પાણીને બચાવવાની મોટી - મોટી જાહેરાતો થાય છે. પરંતુ શહેરમાં સમસ્‍યાઓનો ઉકેલ લાવવામાં શાસકો સક્રિય થાય તેવી લોકમાંગ ઉઠી છે.

(11:53 am IST)