સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

માળીયામિંયાણામાં વિરવિદરકાના પાટીયા પાસે ભાઇની નજર સામે બહેન-બનેવીને હડફેટે લઇને મોતને ઘાટ ઉતારનાર ટ્રક ડ્રાઇવરની શોધખોળ

 (પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૧૩ : માળીયામાં રક્ષાબંધનને દિવસે જ ટ્રકે બાઈકને અડફેટે લેતા ભાઈની નજર સામે બહેન-બનેવીનું મોત થયાની ઘટના સામે આવી છે. જયારે ભાઈને અને તેના ભત્રીજાને સામાન્‍ય ઇજા પહોંચી છે. આ મુદ્દે ભોગબનનારે માળીયા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
 જેમાં વાધરવામાં મહાવીરસીંહ પુથ્‍વીરાજસીંહ જાડેજાની વાડીમાં ઓરડીમાં રહેતા  ફરિયાદી માનસીંગ ભુરૂભાઇ ગોરવાલે જણાવ્‍યું હતું કે, રક્ષાબંધનને દિવસે તેની બહેન રજીબેન વેલસીંગભાઈ રાઠવા, બનેવી વેલસીંગ મગલસીંગ રાઠવા અને તેનો ૩ વર્ષીય ભત્રીજો મનીષ તેના ઘરે આવ્‍યા હતા. અને રક્ષાબંધનની ઉજવણી કર્યા બાદ રાત્રીના તેમની અન્‍ય બહેનના ઘરે જવા તેઓ નીકળ્‍યા હતા. જેમાં  મો.સા નંબર જી-જે-૩-બીકયુ-૮૦૪૧ પર વેલસીંગ બાઈક ચલાવતા હતા માનસીંગ તેના ભત્રીજાને લઈને બેઠા હતા અને તેમની પાછળ તેની બહેન  બાઈક પર બેઠી હતી.
 તેઓ મોરબી કચ્‍છ હાઈવે વીરવીદરકા ગામના પાટીયા પાસેથી પસાર થતા હતા ત્‍યારે અચાનક બેફામ ગતિએ આવેલા ટ્રકે બાઈકને અડેફેટે લેતા અકસ્‍માત સર્જાયો હતો. જેમાં માનસિંગ જમણા હાથમા કાન્‍ડાથી કોણી સુધીના ભાગમાં માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચ હતી જયારે તેના ભત્રીજા મનીષને સામાન્‍ય ઇજા પહોંચી હતી પરંતુ તેની બહેનના કમરથી માથા સુધીના ભાગમાં ટ્રકનુ ટાયર ફરી વળ્‍યું હતું અને બનેવીના માથાના ભાગે ટ્રકનુ ટાયર ફરી વળતા બન્નેના ઘટના સ્‍થળે મોત નિપજ્‍યા હતા.  અને ટ્રક ચાલક અકસમાત સર્જીને ત્‍યાંથી નાસી ગયો હતો.  
 આ ફરિયાદીના આધારે પોલીસે ઇ.પી.કો. કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ ૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ ,૧૩૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાણીના ધંધામાં માથાકુટ થતા ૨ ઇસમોએ આધેડ સાથે મારામારી કરી
મોરબીમાં પાણીના ધંધામાં માથાકૂટ થતા ૨ ઈસમોએ આધેડ સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે આધેડે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
 જેમાં ફરિયાદી મહેશભાઇ મનસુખભાઇ બોડાએ આરોપી કાસમભાઇ નજુભાઇ તૈલી અને ભોલો નજુભાઇ તૈલી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્‍યું હતું કે, તેઓ પાણીનો વ્‍યવસાય કરે છે અને તેમાં આરોપીઓ સાથે હરીફાઈ થતા બન્ને આરોપીએ  આમરણ ગામે આધેડને ગાળો ભાંડીને ઢીકા પાટુનો માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  આ ફરિયાદીના આધારે પોલીસે  ત્‍ભ્‍ઘ્‍ કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) ૧૧૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રણછોડનગરમાં પત્તાં ટીચતાં પાંચ જુગારી ઝબ્‍બે
 મોરબીના નવલખી રોડ પર લાયન્‍સનગર આરકલી વિસ્‍તારમાં જુગાર રમતા પાંચ પત્તા-ેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
 મળતી માહિતી મુજબ મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન નવલખી રોડ લાયન્‍સનગર આરકલી વિસ્‍તારમાં જુગાર રમતા મયુરભાઈ અનિલભાઈ રાઠોડ, ગૌતમભાઈ અમળતભાઈ સોલંકી, અસ્‍વીનભાઈ મનુભાઈ વાઘેલા, મહેશભાઈ મનુભાઈ વાઘેલા અને વિજયભાઈ દિલીપભાઈ પરમારને રોકડ રકમ રૂ.૧૦૦,૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં અમરેલી રોડ પર જુગાર રમતા સાત  ઝડપાયા
  મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા અમરેલી રોડ પર જાહેરમાં જુગાર રમતા મનોજભાઈ વિજયભાઈ હળવદીયા, રાજેન્‍દ્રભાઈ વિજયભાઈ હલવદીયા, અર્જુનભાઈ મગનભાઈ હળવદીયા, પ્રવીણભાઈ તુલસીભાઈ હળવદીયા, અનિલભાઈ અમરશીભાઈ હળવદીયા, વિશાલભાઈ તુલસીભાઈ હળવદિયા અને રાહુલભાઈ વિજયભાઈ હળવદીયાને ઝડપી પાડીને રોકડ રકમ રૂ.૧૧,૧૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
 નવલખી રોડ પર જુગાર રમતા પાંચ ઝડપાયા
 મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન નવલખી રોડ લાયન્‍સનગર આરકલી વિસ્‍તારમાં જુગાર રમતા મયુરભાઈ અનિલભાઈ રાઠોડ, ગૌતમભાઈ અમળતભાઈ સોલંકી, અસ્‍વીનભાઈ મનુભાઈ વાઘેલા, મહેશભાઈ મનુભાઈ વાઘેલા અને વિજયભાઈ દિલીપભાઈ પરમારને રોકડ રકમ રૂ.૧૦૦,૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(11:50 am IST)