સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

ઉનામાં પોણો ઇંચઃ શ્રાવણી સરવડાથી મુખ્‍ય રોડ ઉપર કાદવ

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧૩ : શહેરમાં શ્રાવણી સરવડા ચાલુ રહેતા પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. મુખ્‍ય રોડ ઉપરથી ગારો રબડી ખાડાથી વાહન ચાલકો પરેશાન થયા છે.

ગઇકાલે  સવારથી શ્રાવણી સરવડા વરસવા શરૂ થતાં સાંજ સુધીમાં ૧પ મીમી વરસાદ વરસી ગયેલ મોસમનો ૭૩૯ મીમી ર૯.૬ ઇંચ વરસાદ નોંધાયો છે. ઝાપટાઓ વરસતા ઉના શહેરમાં ટાવર ચોકથી શાક માર્કેટ,  ત્રિકોણબાગ, બસ સ્‍ટેશન, વડલી ચોક, મછુન્‍દ્રીના પુલ સુધી મોટા ખાડાઓ પડી જતા મીની તળાવ બની ગયા છે. વાહન ચાલકો પસાર થતાં કાદવ કીચડ રાહદારીઓ ઉડતા ખાડામાં પસાર થતા મુશ્‍કેલીમૌ પડી રહી છે. તુરંત ખાડા બુરી રોડ રીપેર  કરે તેવી લોક માંગણી ઉઠી છે.

(11:45 am IST)