સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

સોમવારે વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ પ્રમુખ અને અમરેલીના કોંગ્રેસના ધારાસભ્‍ય પરેશભાઇ ધાનાણીનો જન્‍મદિન

રાજકોટ, તા.૧૩: સોમવારે તા.૧૫ ઓગષ્‍ટના રોજ વિધાનસભા વિરોધપક્ષના પૂર્વ પ્રમુખઅને અમરેલીના કોંગ્રેસના ધારાસભ્‍ય ંપરેશભાઇ ધાનાણીનો જન્‍મદિવસ છે.

પરેશભાઇ ધાનાણીનો જન્‍મ તા.૧૫-૮-૧૯૭૬ના રોજ અમરેલીમાં થયો હતો. અને કોંગ્રેસમાંથી ધારાસભ્‍ય પદે ચુંટાઇને લોકોનો અવાજ બન્‍યા છે.

સામાજીક સેવા, સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ, યુવા ઘડતરના કાર્યક્રમો, સંગીત અને ગરબા, વનમિત્ર અને જંગલ પરીભ્રમણ શોખ ધરાવનાર પરેશભાઇ ધાનાણી સક્રિય સભ્‍ય, ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ, કાર્યકારી પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી ૨૦૧૭ થી ૨૦૧૮, રાષ્‍ટ્રીય મંત્રી, અખિલ ભારતીય કોંગ્રેસ સમીતી ૨૦૧૩ થી ૨૦૧, મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી ૨૦૧૨-૨૦૧૩, મહામંત્રી ભારતીય યુવક કોંગ્રેસ ૨૦૧૦-૨૦૧૨, ડી.આર.ઓ. અખીલ ભારતીય કોંગ્રેસ સમીતી જામનગર ૨૦૧૦, ડી.આર.ઓ. અખીલ ભારતીય કોંગ્રેસ સમીતી બડવાની (મ.પ્ર.) ૨૦૧૦, ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ૨૦૦૯-૨૦૧૦, ઓબ્‍ઝર્વર અખીલ ભારતીય કોંગ્રેસ સમીતી રાજસ્‍થાન ૨૦૦૯, ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ૨૦૦૪-૨૦૦૯, ઓબ્‍ઝર્વર અખીલ ભારતીય કોંગ્રેસ સમીતી રાજસ્‍થાન ૨૦૦૮, પ્રમુખ અમરેલી જીલ્લા યુવક કોંગ્રેસ ૨૦૦૩, પ્રમુખ અમરેલી જીલ્લા એનએસયુઆઇ ૧૯૯૮-૨૦૦૨ સહીત અનેક હોદાઓ ઉપર રહી ચુકયા છે. પરેશભાઇ ધાનાણી મો.૯૪૨૬૯ ૩૮૦૦૭.

(11:07 am IST)