સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

ગોંડલમાં વેકસીન મેગા કેમ્‍પઃ કાલે બુસ્‍ટર ડોઝ અપાશે

ગોંડલ, તા.૧૩: અર્બન હેલ્‍થ સેન્‍ટર તથા બોલબાલા ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે તા.૧૪ રવિવાર ના પંચવટી સોસાયટી પાપાહારી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે સવારના નવથી સાંજના પાંચ દરમિયાન કોવિશિલ્‍ડ અને કોવેકશીન તથા કોર્બોવેકસ રસીકરણ કેમ્‍પનું આયોજન કરાયુ છે જેમા ૧૮ વર્ષ થી ઉપરનાને બુસ્‍ટર ડોઝ, ૧૨ થી ૧૪ વર્ષ અને ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને રસીકરણ કરવામાં આવશે.

(10:52 am IST)