સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

જાફરાબાદના દરિયામાં ભારે કરંટ: :મહારાષ્ટ્રની 20 જેટલી દરિયાકિનારે લાંગરી દેવાઈ : જાફરાબાદ બંદર પર 500 ઉપરાંતની બોટોના થયા ખડકલા

જાફરાબાદના દરિયાકાંઠેથી 3 નંબરનું સિગ્નલ હટાવી લેવામાં આવ્યું છે. ગત રોજ જાફરાબાદના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. દરિયાકાંઠે ભારે પવન અને સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને અમરેલી-જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું હતું. હાલમાં જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં જોવા મળેલા કરંટને પગલે મહારાષ્ટ્રની 20 જેટલી બોટ જાફરાબાદના દરિયાકિનારે લાંગરી દેવામાં આવી હતી.

દરિયામાં કરંટ જોવા મળતા મહારાષ્ટ્રની 20 જેટલી બોટો જાફરાબાદના કિનારે પહોંચી હતી તો જાફરાબાદની માછીમારી કરવા દરિયામાં ગયેલી બોટો રાત સુધીમાં દરિયાકાંઠે પહોંંચશે. મહારાષ્ટ્રની વધુ 50 જેટલી બોટ પણ જાફરાબાદના દરિયાકાંઠે લાંગરાશે. દરિયામાં તોફાનની શક્યતાઓને ધ્યાને લઈને બોટો કિનારા તરફ આવતી થઈ છે. જાફરાબાદ બંદર પર 500 ઉપરાંતની બોટોના થયા ખડકલા થયા છે.

(12:28 am IST)