સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th August 2019

રાત્રે જામનગરમાં પોલીસકર્મી પર અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષણ હથિયારથી હુમલો

પોલીસમેન પરેશ ખાણધરને બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડાયા :હવાઈ ચોક પાસે વરુડી હોટલ નજીક કર્યો હુમલો

 

જામનગરમાં પોલીસ કર્મી બાઇક લઈને દર્શને જતા રસ્તામાં ત્રણ શખ્સોએ માર મારવાની ઘટના બની છે. હવાઈચોક વિસ્તારમાં આવેલ વરૂડી હોટલ પાસેની ગલીમાં પરેશભાઈ ખાણધર નામના પોલીસ કર્મચારી પર ત્રણથી ચાર શખ્સોએ મુઠ અને છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે માર મળી ગળામાંથી ચેન ની પણ લૂંટ ચલાવ્યા હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે.

પોલીસમેન પરેશ ખાણધરને બેશુદ્ધ હાલતમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં છે. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી .પી.જાડેજા સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને તપાસ આદરી છે.

જાણવા મળતી માહિતી અનુસાર શ્રાવણી સોમવાર હોય તેથી પરેશભાઈ ખાણધર પોતાના પત્ની સાથે દર્શને જતા હતા ત્યારે હવાઈ ચોક નજીક આવેલી શેરીમાં 3 થી 5 અજાણ્યા શખ્સોએ આવી ગાડી વચ્ચે રાખી પોલીસમેન પરેશ ખાણધરને મારવાનું શરૂ કર્યું હતું અને મારી ભાગી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોએ દોડી જઈ ગંભીર રીતે ઘવાયેલા પોલીસ મેન પરેશ ખાણધરને  સરકારી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો છે. ઘટનાને અંજામ આપનાર  અજાણ્યા ઇસમોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.તસવીરો:કિંજલ કારસરીયા,જામનગર

(1:06 am IST)