ભાવનગરમાં 'ભીખ માંગવા'ના નવતર કાર્યક્રમ સામે યુવા કોંગી કાર્યકરોની અટક
ભાવનગર, તા. ૧૩ :. યુવા કોંગ્રેસ દ્વારા ભાવનગર શહેર/જીલ્લામાં પડી ભાંગેલા ધંધા, બેરોજગારી તેમજ દબાણના ઓઠા તળે ગરીબ વેપારીઓની રોજી-રોટી છીનવાઈ રહી છે અને ભૂતકાળમાં થયેલા વિવિધ ખાતમુહુર્તના કાર્યો વર્ષોથી અધુરા છે જેવા વિવિધ મુદ્દાઓ માટે મુખ્યમંત્રીશ્રીને મળવાનો સમય માંગેલ પણ મુખ્યમંત્રીએ નાના ગરીબ વ્યાપારીઓ કે ભાવનગરના પડતર પ્રશ્નોને લઈને સમય ન ફાળવતા ભીખ માંગવાનો નવતર કાર્યક્રમ યોજેલ તે પણ સરકારને મંજુર ન હોય પોલીસે દમન કરી તમામ કાર્યકરોની ધરપકડ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી મનોહરસિંહ ગોહિલ (લાલભા), પૂર્વ વિધાનસભાના યુથ પ્રમુખ જયદેવસિંહ ગોહીલ, કમલેશભાઈ ચંદાણી ઉપપ્રમુખ, કલ્પેશભાઈ મણીયાર, જિલ્લા યુથ પ્રમુખ રાજકુમાર મોરી, ઘનશ્યામસિંહ ગોહીલ, બળદેવભાઈ સોલંકી, રજાકભાઈ કુરેશી, હર્ષદીપસિંહ, ઓમદેવસિંહ, અસ્લમ શેખ, વજુભા રાણા, ઈલીયાસ મલેક, સિકંદર મઘરા, અશરફ શેખ, અબ્બાસ મર્ચન્ટ, હુસેન સુમરા, અસ્લમ પઠાણ, ઈમ્તિયાઝ પઠાણ, અફઝલ શેખ, જીતેન્દ્ર બાલધિયા, દિવ્યજીત સોલંકી, દશુભા ખાચર, નીતિન ધાપા, હરેશભાઈ આહુજા, પ્રતિકભાઈ શેઠ, જાહિદભાઈ દલ, ઘનશ્યામભાઈ વિગેરે હાજર રહ્યા હતા.(૨-૧૦)