સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th August 2018

શ્રાવણના સોમવારે શ્રીસોમનાથ મહાદેવની પાલખીયાત્રાઃ રથારોહણ શ્રૃંગાર

પ્રથમ સોમવારે દેશ-વિદેશથી ભાવિકો ઉમટયાઃ અોમ નમઃશિવાય હર..હર..મહાદેવ...ના ગુંજયા નાદ

પ્રથમ તસ્વીરમાં શ્રીસોમનાથ મહાદેવને કરાયેલ શ્રૃંગાર,બીજી તસ્વીરમાં ભાવિકોની ભીડ અને ત્રીજી તસ્વીરમાં ટ્રસ્ટી અને સેક્રેટરી પી.કે.લહેરીની અધ્યક્ષતામાં પૂજન-અર્ચન કરાયુ તે નજરે પડે છે.(તસ્વીરઃ અહેવાલઃ દિપક કકકડ, દેવાભાઇ રાઠોડ-વેરાવળ-પ્રભાસપાટણ)

 

વેરાવળ તા.૧૩: શ્રીસોમનાથ મહાદેવના સાનિધ્યમા આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આજે.મોટી સંખ્યામાં દેશ-વિદેશથી ભાવિકો ઉમટી પડ્યા છે.

આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શ્રી સોમનાથ મહાદેવને રથારોહણ શ્રૃંગાર કરવામાં આવ્યા છે. અને ભવ્ય પાલખીયાત્રા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા.

ટ્રસ્ટી સેક્રેટરીશ્રી પ્રવિણભાઇ લહેરીએ જણાવેલ કે ''યાત્રી સુવિધા માટે પ્રસાદી અને ગંગાજળ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલ છે. યાત્રિકો ને કોઇ જગ્યાએ લાંબો સમય લાઇનમાં ઊભા ન રહેવું પડે પથિકાશ્રમની જગ્યા છે તેમાં યાત્રાઓને આરામથી બેસવાનું મળે ભોજન મળે અને સાથે સાથે ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રાવણ મહિના દરમ્યાન યોજવામાં આવશે. જેનાથી અત્રે આવતા લોકોનું ભકિતમય વાતાવરણ જળવાઇ રહે, અત્યારે વરસાદની સિઝન હોવાથી અને લાઇટ શો ચાલી શકતો નથી પરંતુ સારો દિવસ હશે તો એ પણ ચાલુ રાખવા માટે પ્રયાસ કરાશે જેથી ઘણા દૂરથી એક જ વખત આવતા હોય તો એને પણ આ શો નો લાભ મળી શકે. શ્રી સોમનાથ ટ્રસ્ટનો સ્ટાફ વધારે આજે કોઇ ૧૨ કલાક  ૧૪ કલાકની ડ્યુટી કરીને પણ યાત્રાઓની સેવા માટે તમામ પ્રકારની તૈયારીઓ દર વર્ષની જેમ કે કરી છે. મીડિયામાં પણ આજે સવારથી સોમનાથના દર્શનને ખુબ સારી રીતે ઉજાગર કરવામાં આવ્યું છે અને એના કારણે અનેક શ્રદ્ધાળુઓને ઘરે બેઠા પણ દર્શનનો લાભ મળે છે, સોમનાથ મહાદેવના દર્શન સશ્યલ મીડિયામાં માધ્યમથી થાય સાથે અન્ય પ્રોગ્રામો દર્શાવવામાં આવી રહ્યા છે જેને પણ સારો પ્રતિભાવ મળે છે. ખેડૂતોના પાકનો પણ એટલી ચિંતા છે એમાંથી પ્રભુ આપણને ખૂબ રાહત આપે એવી મારી પ્રાર્થના અને દરરોજ આ લોકો ઉત્સાહથી શિવરાત્રી હોય કે કોઇ મહત્વનો પ્રસંગ હોય ત્યારે પૂજા કરીને આપણેએ ઉત્સવનો આરંભ કરતા હોઇએ છીએ તે આજે સવારે આપણે આ પૂજા કરવામાં આવેલ''.

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. દેવાધિદેવ ભગવાન સોમનાથના ચરણોમાં શીશ ઝુકાવવા માટે દૂર દૂરથી ભાવિકો પહોંચ્યા છે. અને સ્તુતી પ્રાર્થના કરીને ધન્યતા અનુભવશે.

દર સોમવારે લોકો દૂર દુરથી પગપાળા ચાલીને આવે છે. જે રાત ભર ચાલીને સોમનાથ મંદિરે પહોંચે છે. વિશાળ ડોમમાં આરામ કરે છે. ત્યાર બાદ દર્શન લાભ લે છે.  આજે સવારે ચાર વાગ્યે મંદિર ખુલી ગયુ હતુ સવારે ૬ વાગ્યે મહાપૂજાનો પ્રારંભ થયો હતો. જે સાત વાગ્યા સુધી કરાઇ હતી મહાપૂજા બાદ સવારે ૭ વાગ્યા આરતી, ૧૧ વાગ્યે મધ્યાહ્ન પુજા થશે જે ૧૨ વાગ્યા સુધી ચાલી ગહી એ પછી ૧૨ કલાકે આરતી થશે સાંજના ૫ વાગ્યાથી ૯ સુધી શ્રૃંગાર દર્શન થશે. ૬-૩૦ થી ૮ સુધી દીપમાળા અને સાંજની આરતી ૭ વાગ્યાએ શરૂ થઇ ૭-૨૦ સુધી રહેશે. શ્રાવણ માસના આજના પ્રથમ સોમવારે ભાવિકોના ઘોડાપૂર ઉમટશે. સુરક્ષા વ્યવસ્થા માટે સુરક્ષા કર્મીઓને તૈનાત કરાયા છે.

પ્રવિણત્ર શ્રાવણ માસના પ્રથમ જયોતિલીંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને શ્રાવણમાસના સોમવારે સોમનાથ દાદાના દર્શન માટે ગત રાત્રીનાંજ લોકો આવવાની શરૂઆત થયેલ હતી અને વહેલી સવારના મંદિર ખૂલતાની સાથે દર્શન માટે લોકોની મોટી કતારો લાગેલ હતી અને મંદિરની ભાટીયા ધર્મશાળા સુધી લોકોની એક કીલમીટથી વધારે કતારો જોવા મળેલ અને આ દર્શનાર્થીઓ ભગવાન ભોલાનાથના જયધોસ સાથે આગળ વધી રહેલ હતા. અને શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રાંતઃ આરતીનો લાવો અને ભકતો ધન્ય થયા હતા શ્રાવણમાસના પ્રથમ દિવસે રવિવાર હોવાથી મહાદેવના દર્શનનો દરેક લોકો લાભ લઇ શકે જેથી મંદિરે ખૂબજ ઘસારો મળેલ હતો સોમનાથ મહાદેવના મંદિરે સ્વમંભુ રૂણદેવે વર્ષા સ્વરૂપે મંદિર પર અભિષેક કરેલ હતો.

(11:52 am IST)