ઉના મેઇન બજારમાં ટ્રાફિકને અડચણરૂપ રેકડીઓ હટાવી : પોલીસની કામગીરને આવકાર
ઉના તા ૧૩ : ઉના શહેરના મેઇન બજારમાંં તહેવાર નિમીતે ખરીદીમાં નિકળેલા લોકોને પોલીસે શાહત અપાવી છે. ''આડેધડ રાખેલ વાહનો, રેકડીઓ હટાવી રસ્તા ખુલ્લા કરતા રાહદારી, વેપારીઓમાં શાહત ફેલાઇ છે.
ટાવરચોકમાં પોસ્ટ ઓફીસ ચોક, વાસા ચોક, એમ.જી. રોડ, મેઇન બજાર, કાપડ બજાર, લુહાર ચોક, આઇ બજારમાં શહેર તથા તાલુકાની જનતા શ્રાવણમાસ તથા તહેવારો આવતા હોય ખરીદી કરવા ઉમટી પડયા હતા,પરંતુ રોડની બન્ને બાજુ તથા રોડ ઉપર રેકડીવાળા, પાથરણાવાળા, વાહનચાલકો, વાહન આડેધડ પાર્ક કરી મુશ્કેલી ઉભી કરતા અનેબજારમાં ટ્રફિક જામની સ્થિતી સર્જાતા ઉના પોલીસને જાણ થતાં ૧૦૦ નંબરની જાન લઇ પોલીસ ધીરૂભાઇ બાંભણીયા, ભરતભાઇ રામ વિગેરે બજારમાં પહોંચી મોટરસાયકલ, લારીવાળા હટાવી લોકોને વેપારીને અડચણ રૂપ ન થવા જણાવી ટ્રાફિક હળવો કરતાંલોકોમાં રાહત ફેલાઇ હતી. વેપારીમાં રાહત જોવા મળી હતી. આવી ટ્રાફિક ઝુંબેશ શ્રાવણ માસ આખો શરૂ કરાય તેવી લોક માગણી ઉઠી છે. (૩.૫)