સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th July 2020

અમરેલી જીલ્લામાં એક સાથે ર૯ કોરોના કેસ

મહામારીના કેસમાં ઉછાળો આવતા લોકોમાં ભારે ચિંતા

અમરેલી તા.૧૩: અમરેલી જીલ્લામાં એક સાથે કોરોનાના ર૯ કેસ નોંધાતા દોડધામ મચી ગઇ છે.

અમરેલી જીલ્લામાં ગઇકાલે એક સાથે ૧૭ કેસ નોંધાયા હતા. ત્યાર બાદ આજે એક સાથે ર૯ કેસ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.

એક સાથે કોરોના કેસમાં ઉછાળો આવતા અમરેલીની  હોસ્પિટલોમાં જગ્યા ખૂટી પડે તેવી હાલત સર્જાઇ તેવી શકયતા છ.ે

અમરેલી જીલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં આજે કોરોનાના કેસ નોંધાયા છે.

અમરેલી જિલ્લામાં આજે જે ૨૯ પોઝિટિવ કેસ આવ્યા છે તેમાં લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ગામના ૪૩ વર્ષના મહિલા, અમરેલીના ગંગાનગર બેમાં રહેતા 50 વર્ષના મહિલા, અમરેલી પોલીસ હેડકવાર્ટરના ૩૯ વર્ષીય પુરુષ, ખાંભાના સાળવા  ગામ ના 13 વર્ષના કિશોર, ખાંભાના મોટા બારમણ ના ૪૦ વર્ષીય પુરુષ , લાઠી તાલુકાના નાના રાજકોટ ના 38 વર્ષીય પુરુષ , લાઠીના અકળા ગામના ૨૮ વર્ષીય યુવક, કુકાવાવ ના ખાન ખીજડીયા ગામના 27 વર્ષીય યુવાન , લાઠીના હરસુરપુર દેવળીયાના  ૫૪ વર્ષીય મહિલા , કુકાવાવ તાલુકાના શિવ નગર ના 49 વર્ષના પુરુષ , ખાંભાના ૭૪ વર્ષના પુરુષ , સાવરકુંડલાના વંડાગામ ના 52 વર્ષીય પુરુષ , અમરેલીના રીકડીયાના 43 વર્ષીય પુરુષ , અમરેલી જિલ્લાના  લાપાળીયા ગામના ૬૫ વર્ષના પુરુષ , સાવરકુંડલા  તાલુકાના ધાર કેરાળા ગામના ૩૩ વર્ષીય પુરુષ , લીલીયા તાલુકાના પુતળીયા - દાડમા ગામ ના ૮૨ અને 62 વર્ષ ના વૃદ્ધા , અમરેલીના ૫૧ વર્ષના મહિલા , બાબરા તાલુકાના ચમારડી ગામ ના સહિત કુલ ૨૯ કેસ નોંધાયા છે.

(4:37 pm IST)