સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th July 2020

ગોંડલના રાણસીકીમાં કોરોના પોઝીટીવ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથીઃ અનેક લોકોને મળ્યા હોવાથી ચિંતા

ગોંડલ : તાલુકામાં ૪ પોઝીટીવ કેસ નોંધાતા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી.ગોંડલ)

રાજકોટ,તા. ૧૩: કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે ગઇ કાલે ગોંડલ તાલુકાના રાણસીકીમા આવેલ પોઝીટીવ કેસમાં કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું સરપંચ ઘનશ્યામભાઇ કાછડીયાએ જણાવ્યું હતું.

આ કોરોના દર્દી અનેક લોકોને મળ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે કોરોના કહેરનો વ્યાપ વધે તે પહેલા કોરોનાના લક્ષણો જણાય અથવા તો શરદી, તાવ, ઉધરસ થાય તો તાત્કાલીક દવા લેવા પણ અપીલ કરાઇ છે.

ગોંડલ

ગોંડલઃ ગ્રામ્ય વિસ્તારોમાં ૪ પોઝીટીવ કેસ આવ્યા છે.

ભગવાનજીભાઈ લક્ષ્મણભાઈ પટોળીયા ઉંમર વર્ષ ૬૦ રહે રાણસીકી, જયાબેન લાલજીભાઈ રામોલિયા ઉંમર વર્ષ ૬૦ રહે રૂપાવટી, હિતેન્દ્રભાઇ લાલજીભાઇ રામોલિયા ઉંમર વર્ષ ૪૦ રહે રૂપાવટી તેમજ ભાવનાબેન મગનભાઈ ગાજીપરા ઉમર વર્ષ ૬૦ રહે પુનિતનગર ગોંડલ ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.

(1:10 pm IST)