સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th July 2020

જે નરનો માળો સારો બન્યો હોય તેને સુઘરી વરે છે

સોમનાથ દાદાની ભૂમિમાં વરસોથી 'સુઘરી' પોતાના માળાઓ રચે છે!

પ્રભાસ પાટણ,તા.૧૩: ૨૧ મી સદીમાં માનવી આધુનિક ટેકનોલોજી અને ટેકનીક જેમ પોતાના સુંદર મકાન બનાવે છે તેમ પક્ષીઓની સૃષ્ટિમાં પણ આર્કીટેક કે ઇજનરેી કળાને ભુલાવી દે તેવી સુઝબુઝ -કલાત્મકતા વાસ્તુશાસ્ત્ર ભગવાને 'સુઘરી' નામના ચકલીકુળના પક્ષીઓમાં આપી છે.

ભગવાન સોમનાથ મહાદેવની ભૂમિ ઉપર એટલો બધો વિશ્વાસ-ભરોસો-શ્રધ્ધા અને ભગવાને આપેલ કૌશલ્યને કારણે સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ સામે આવેલ સુર્યમંદિર પરિસરના હિંગળાજ માતાજીના મંદિર પાસે આવેલ જ્ઞાનવાવ ઉપરના વૃક્ષમાં વરસોથી 'સુઘરી' માળાઓ બનાવતી રહી છે.

સુઘરી હંમેશા સમુહોમાં અલગ-અલગ માળાઓ બાંધીને તેના બચ્ચાને ઉછરે છે તે સ્થળે આવેલા મંદિર સંત પોતાના અભ્યાસ-અવલોકનથી કહે છે. 'સુઘરી' હંમેશા પાતળી ડાળી ઉપર અને નીચે પાણી હોય તેવી વાવ ઉપર ઉગેલા વૃક્ષ ઉપર માળો બાંધે છે. જે માળાનો આકાર મદારીની મોરલી જેવો કલાત્મક હોય છે. અને અંદર બે માળા હોય છે. જેમાં નર અને માદા અલગ-અલગ રહે છે.

આ માળો બનાવવા નાળીયેરી પત્તાની ચીર કરી તેનો તાર કાઢી લાવી -લાવી સ્વેટરની જેમ સુઘરી નર ગુંથણી કરી માળો બનાવે છે. અને ઝાડની ડાળ ઉપર માળાની પકડ એવી ગુંથણીથી કરે કે ગમે તેટલો પવન-વરસાદ આવે તો પણ માળો ન પડે એટલુ જ નહીં એ પાતળી ડાળી ઉપર હંમેશા બનાવે  જેથી શિકારી પક્ષી તેની ઉપર બેસે કે હલબલ થાય જેથી ઉડી જાય.

અન્ય પક્ષી રસિક કહે છે, પ્રજનન કાળ માટે સુઘરી અલગ જાતનો માળો બનાવે છે. જ્યાં પ્રજનન કાળ દરમ્યાન માદાથી અલગ રહે છે. અંદર બે માળ હોય છે. જેમાં એકમાં માદા બચ્ચામાં સાથે અને બીજા રૂમમાં નર રહે છે. આ માળો હેંગીગ -વોટરપ્રુફ હોય છે. જેને નર સુઘરી બનાવે જેનો માળો સારો બન્યો હોય તેને સુઘરી વરે છે. માળાનો નીચેનો ભાગ જેટલો સાંકડો હોય છે કે જેમાં માત્ર આ પક્ષી જ પ્રવેશી શકે અને તે જુલાઇથી ઓકટોબર સુધી માળાઓ બનાવે છે.

આ માળાઓ નજીક-નજીકમાં બાંધવામાં આવે છે. માળા બાંધવાનું કામ નર કરે છે. અને તે બન્યા પછી માદા તેને કલાત્મક રીતે શણગારે છે. માળાનું જોડાણ ઉપર ડાળ સાથે હોવાથી પ્રવેશદ્વાર નીચેની હોય છે અને એ ભાગ એટલો સાંકડો હોય છે કે તેમાં માત્ર આ પક્ષી જ પ્રવેશી શકે અને બહાર આવી શકે.

માળો સુઘરીનું મેટરનીટી હોમ હોય છે. જે અંદરથી મુલાયમ-મજબુત-હુંફાળુ હોય અંદર ઝીંઝવો-ધ્રો ઘાસ બીછાવી બેઠક રૂમ તૈયાર કરાયો હોય છે.

સુઘરીના માળામાં વાસ્તુશાસ્ત્રના નિયમ પણ જળવાય છે જે માળાનું મુખ  કદી નૈઋત્ય દિશા તરફ હોતુ નથી કારણે કે મોટે ભાગે ચોમાસાના પવનો આ દિશામાંથી ફુંકાય છે.

નર-માદા માળો બાંધે ત્યારે માદા નરના માળાનું નિરીક્ષણ કરતી રહે છે અને આનંદ કલબલાટ કરે છે. અને પુરેપુરો બંધાઇ જાય પછી જ માદાને પ્રવેશ મળે છે.

પ્રજનન કાર્ય પૂણ થાય અને બચ્ચાંઓ પોતાની મેળે ઉડતા થાય એટલે સુઘરી તેનો માળો ત્યજી દે છે અને નવા પ્રજનન સમયે ફરી નવો માળો બનાવવો પડે  તેને તે માળાનો ઉપયોગ કરાતો નથી.

ચોમાસાની ઋતુમાં સુઘરી માળાના દરવાજા પાસે છાજલી જેવું બનાવ્યું હોય છે. જેથી વરસાદનું પાણી પડવાનો સંભવ જ નથી રહેતો તો ઉનાળામાં એક ઓરડાની બારી  પાડી એરકન્ડીશન જેવી ઠંડક મેળવાય છે.

પ્રકૃતિની પક્ષી જગત ઉપર મોટી ભેટ-કલાત્મકતા -પક્ષી જગતનું બેનમુન ઇજનેરી કૌશલ્યની આ છે કરામત.(

(10:41 am IST)