સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th July 2019

ભેંસાણ નજીકના પ્લાસ્ટીકના કારખાનામાં સવારે આગ લાગતા ભારે નુકશાન

વહેલી સવારની ઘટનાને લઈ કોઈ જાનહાની નહિ

જૂનાગઢ, તા. ૧૩ :. ભેંસાણ નજીકના પ્લાસ્ટિકના કારખાનામાં સવારે આગ લાગતા ભારે નુકશાન થયાનું જાણવા મળેલ છે.

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખારચીયા ગામ પાસે આવેલ પ્રગતિ પોલીમર નામના પ્લાસ્ટિકના કારખાનામાં આજે વહેલી સવારે આગ લાગી હતી. જેની જાણ થતા જૂનાગઢ મનપાના બે ફાયટરો સાથે કમલેશ પુરોહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી હતી. આગને લઈ પ્લાસ્ટિકના ગઠા વગેરે ખાખ થઈ જતા વ્યાપક નુકશાન થયુ હોવાનું જાણવા મળેલ છે.

(1:12 pm IST)