સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

જેતપુરમાં વરસાદના પાણી ઘરમાં ઘુસી જતા લોકોમાં કચવાટ :તંત્રની બેદરકારી સામે રોષ

દેરડી ગામે જવાના બેઠી ધાબીના પુલ પર ગાબડા : વાહનચાલકોએ હાલાકી

જેતપુરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો.અનેક વિસ્તારોની સોસાયટીના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા પાલિકાની બેદરકારીને કારણે વોંકળાના પાણી પણ ઘરમાં ફરી વળતા સ્થાનિકોએ પાલીકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દેરડી ગામે જવાના બેઠી ધાબીના પુલ પર ગાબડા પડ્યા હતા. જેના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

(12:47 am IST)