News of Friday, 13th July 2018
મોરબીના કંડલા બાયપાસ પાસે લાકડા ભરેલ ટ્રકમાં આગ ભભૂકી :ડિવાઈડર સાથે ટ્રક અથડાતા ડીઝલની ટાંકી તૂટતાં આગ લાગી
મોરબીના કંડલા બાયપાસ પાસે ગત મોડી રાત્રે ટ્રકમાં આગ લાગી હતી. લાકડા ભરેલા ટ્રકમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાતા ડીઝલની ટાંકી તૂટતા ટ્રકમાં આગ લાગી હતી
(10:33 pm IST)