સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

વિરપુરમાં મોરબીની પરણીતા પર દુષ્કર્મ આચરનાર રાજકોટના જીજ્ઞેશની શોધખોળ

 જેતપુર, તા., ૧૩: તાલુકાના વિરપુર ગામે મોરબીના પરણીતા પર દુષ્કર્મ આચરનાર રાજકોટના શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મોરબી ગામે રહી કેટરીંગનું કામકાજ કરતી પરણીતા તેના કામ સબબ પોરબંદરના બાવળાવદર ગામે જવાનું થતું હોય ત્યાં જવા માટે તેને રાજકોટનો જીજ્ઞેશ ઉર્ફે ગોપાલ ભીખુભાઇ સરપદડીયા (રહે. કોઠારીયા રોડ, પીરની વાડી પાછળ, અક્ષરદીપ કોમ્પલેક્ષ) દરેક વખતે તેની ઇકો કારમાં લઇ જતો હોય જેથી બન્ને વચ્ચે ઓળખાણ થઇ જતા જીજ્ઞેશે તેનો ફાયદો ઉઠાવી તે પરણીતાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી થોડા દિવસો પહેલા વિરપુર ખાતે આવેલ ગેસ્ટ હાઉસમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ હતું. પરણીતા સાથે લગ્ન કરવાની હા પાડતો ન હોય, પરણીતાને અગાઉ પણ જુદી-જુદી જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હોય, મહિલાએ તેના ત્રાસથી કંટાળી જઇ વિરપુર પોલીસમાં જીજ્ઞેશ સરપદડીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

(3:51 pm IST)