સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

શાપર - વેરાવળમાં ધોધમાર વરસાદથી ૮ ચેકડેમ ઓવરફલો

 શાપર વેરાવળ વિસ્તારમાં ગઈકાલે ૪ કલાક ૭ ઇંચ વરસાદ નોંધાયો. વરસાદ ને પગલે ૧૫૦ થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. વેરાવળના ગણેશ નગર વિસ્તારમાં હજુ પણ લોકોના ઘરમાં ગોઠણ ડૂબ પાણી ભરેલા છે. તંત્ર દ્વારા આ વિસ્તારના લોકોની મુલાકાત લેવામાં ન આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. શાપર વેરાવળ વિસ્તારમાં ગઈકાલે પડેલ ૭ ઇંચ વરસાદ ને પગલે ૮ જેટલા ચેકડેમ થયા ઓવરફલો આજે સતત બીજા દિવસે શાપર વેરાવળ માં ઝરમર વરસાદ ચાલુ ગઇકાલે ૧૫૦ થી વધુ લોકોનું કરવામાં આવ્યું હતું. સ્થળાંતર અનેક નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તો બીજી તરફ હાઇવે રોડ પર ગાબડા જોવા મળ્યા હતા. ઉપરવાસના વિસ્તારમાં વરસાદ થતાં રાજકોટ ના જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. (તસ્વીર - અહેવાલ : કમલેશ વસાણી, શાપર - વેરાવળ)

(3:42 pm IST)