સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

ગિરનાર પર ભારે વરસાદથી વહેતા પાણી :દામોદર કુંડ છલકાયો :આણંદપુર ડેમમાં 5 ફૂટ પાણીની આવક

જૂનાગઢ તાલુકામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીરનાર પર પણ ભારે વરસાદને કારણે ઝરણા વહેતા થયા હતા. દામોદર કુંડ પણ છલકાયો હતો. જિલ્લાના ભેંસાણ તાલુકામાં છ ઇંચ વરસાદ થયો હતો. તો વંથલીમાં પણ સાડા ચાર ઇંચ વરસાદ થયો હતો. મેંદરડામાં ત્રણ ઇંચ જ્યારે કે કેશોદમાં એક ઇંચ વરસાદ થયો છે. જિલ્લાના આણંદપુર ડેમમાં 5 ફૂટ નવા નીરની આવક થઇ છે.

(2:04 pm IST)