News of Friday, 13th July 2018
જૂનાગઢમાં વધુ ચાર ઇંચ વરસાદ: વિલીંગ્ડન ઓવરફ્લો
માળિયામાં બે કલાકમાં 3 ઇંચ ખાબક્યો: વિસાવદર, ભેંસાણમાં 2 ઈંચ
જૂનાગઢ ;ગઈકાલથી સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળી રહ્યા છે. ત્યારે આજે સવારથી જૂનાગઢ સહિત સોરઠ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. જૂનાગઢમાં વધુ ચાર ઈંચ વરસાદ પડતા વિલીંગ્ડન ઓવરફ્લો થઈ ગયો હતો. આ ઉપરાંત માળિયામાં સવારે 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડી ગયો હતો. તેમજ વિસાવદર, ભેંસાણમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો
(2:03 pm IST)