સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

ધ્રાંગધ્રામાં ફાયરીંગ

લાયસન્સ વાળી બંદુકમાંખી બે રાઉન્ડ ફાયરીંગ કર્યાની બે શખ્સો સામે રાવ

વઢવાણ તા.૧૩: કુલદીપસિંહ હરપાલસિંહ ઝાલા અના.પો.કોન્સ ધ્રાંગધ્રાસીટી પોલીસ સ્ટેશનનાએ ફરીયાદ નોંધાવેલ છે કે, કલબ રોડ મમતા દવાખાનાની પાસે પરીવાર રેસીડેન્સી ધ્રાંગધ્રા આરોપી (૧)ટપુભાઇ બેચરભાઇ ચડાણીયા ઠાકોર ઉ.વ.૬૦ રહે.પોસ્ટ ઓફીસ પાછળ મીરાદાર શેરીમાં ધ્રાંગધ્રા (૨)મીલીન જયકુમાર પુજારા ઉ.વ.૧૯ રહે.કલબ રોડ મમતા દવાખાનાની પાસે ધ્રાંગધ્રાએ પોતાની લાયસન્સ વાળી બંદુક માંથી માણસોની જીંદગી જોખમાય તે રીતે બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કરી હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા બાબત તપાસ પો.સબ ઇન્સ.શ્રી કે.આર.કાપડીયા ધ્રાંગધ્રાસીટી પો.સ્ટે.નાઓ કરે છે.(૭.૨૨)

(11:54 am IST)