સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

કુતિયાણામાં નકલી ઘી બનાવતી ડેરી ઉપર દરોડો

કેમીકલના ૭૦ ડબા, બટેટા ભરેલ રપ કિલોના ૧ર૦ બાચકા, તૈયાર ઘીનો ડબો, ૧પ૦ ખાલી બેરલ મળ્યાઃ ૪,પ૦ લાખનો મુદામાલ

પોરબંદર-કુતીયાણા તા. ૧૩ :.. કુતીયાણામાં નવા આવેલા પોલીસ ઇન્સ્પેકટર એમ. આર.ગોહીલે નકલી ઘી બનાવતી ભોલે નામની ડેરી ઉપર દરોડો પાડીને કેમીકલના ૭૦ ડબા, બટેટા ભરેલા રપ કિલોના ૧ર૦ બાચકા, તૈયાર ઘીનો એક ડબો તથા ૧પ૦ ખાલી બેરલો સહિત ૪.પ૦ લાખનો મુદામાલ જપ્ત કરેલ છે. અને ડેરીને સીલ મારી દીધું છે.નકલી ઘી બનાવવા અંગે ડેરી માલિકો મનોજ ભીષ્મપરી ગોસ્વામી તથા સત્યપાલ ભીષ્મપરી ગોસ્વામી સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે. પોલીસે આ દરોડાની જાણ જિલ્લાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરી છે. ડેરીમાંથી નકલી ઘી ના નમૂના લઇને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે.

બે મહિના પહેલા કુતીયાણા પંથકમાં નકલી દૂધ બનાવવાનો કારોબાર ઝડપાયો હતો. આ પહેલા સને ર૦૦૭ માં નકલી ઘી બનાવનારાઓને પકડી પાડયા હતાં. પોરબંદર જિલ્લામાં ફરસાણ, મરી મસાલા, મીઠાઇ સહિત અન્ય ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળની ફરીયાદો લાંબા સમયથી છે આ અંગે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરી પગલા લેવા લોકો માગણી કરી રહેલ છે. (પ-૧૪)

(11:53 am IST)