સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

પોરબંદર નવા બાયપાસ પુલ ઉપર રાત્રે અંધારાઃ સ્ટ્રીટલાઇટ ફીટ કરવા માગણી

પોરબંદર, તા.૧૩: ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા હાઇવે વિભાગના મંગીને રજુઆતમાં નરસંગ ટેકરી પાસે નવા બાયપાસ બંધાયેલ પુલ સ્ટ્રીટ લાઇટ ફીટ કરવા માગણી કરી છે.

શહેરમાં કરોડના ખર્ચ નવો પુલ બાંધવામાં અને નવા પુલનું ઉધ્ધાટન કરી ખુલ્લો મુકવામાં આવેલ પરંતુ સ્ટ્રીટ લાઇટો ફીટ કરવામાં આવેલ ન હોવાથી સાંજના સમયે આ પુલ ઉપર અંધારપટ છવાઇ જવાથી વાહન ચાલકોને પરેશાની કારણે અવાર-નવાર નાના-મોટા વાહનોના અકસ્માતો સર્જાતા છે. આ પુલ ઉપરથી આસપાસના રહેણાંક વિસ્તારની પ્રજા જેમાં બાળકો, મહિલાઓ, સીનીયર સીટીજનો પગપાળા દ્વારા અવર જવર સતત ચાલુ રહેતી હોય છે. રાત્રીના અંધકારના કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય, મહિલાઓની છેડતી અને લુંટના બનાવનો ભય પણ સતત રહેતો હોય અને અંધકારોનો લાભ લઇને દારૂડીયા દારૂ પીતા હોય છે જેથી પ્રજામાં ભયની લાગણી પ્રર્વતી હોય છે. તેમ રજુઆતમાં જણાવેલ છે.

(11:49 am IST)