કચ્છમાં વડીલ સંત દ્વારા ૧૦ વર્ષ પૂર્વે કરાયેલી જાતીય સતામણી સામે ઓસ્ટ્રેલીયા રહેતા યુવાને કરેલી ફરીયાદ વાયરલ
પોતાનું ૧૦ વર્ષ પહેલાં કરાયેલું જાતીય શોષણ આજે પણ ભૂલી શકતો નથી તેવી ફરીયાદ સાથે ફોન પર ગુરૂ સ્વામી પાસે માંગ્યું માર્ગદર્શનઃ ૧૦૦ મીનીટની ઓડિયો કલીપ વાયરલ
ભુજ તા.૧૩: મંદિર સામેનાં વિવાદો શમવાનું નામ લેતા નથી. હાલમાં જ ત્રણ યુવતીઓ સાથે સ્વામીની અભદ્ર ઓડિયો કલીપ વાયરલ થયા બાદ અત્યારે ઓસ્ટ્રેલીયાના એડીલેટ રહેતા મુળ કચ્છના સત્સંગી યુવાનની ઓડિયો કલીપ વાયરલ થઇ છે.
૧૦ થી ૧૨ વર્ષ પહેલાં બાળવયે ભુજ સ્વામિનારાયણ મંદિરના વડીલ સંત દ્વારા કરાયેલી અભદ્ર ચેષ્ટાઓ અને પોતાનાં જાતીય શોષણ સંદર્ભે વ્યથિત એવા યુવાને પોતાના ગુરૂ સ્વામી પાસેથી આ ઘટના ભુલી જવા અને ડીપ્રેશન માંથી બહાર આવવા માર્ગદર્શન માંગ્યું છે.
સ્વામી એ પોતાને આઇ લવ યુ કહયું હોવાનું અને કરેલી અભદ્ર ચેષ્ટાઓથી પોતાને સત્સંગ તરફ ગ્લાનિ થઇ હોવાનું કહયું છે. જો કે, આ ઓડિયો કલીપે ચકચાર સર્જયા પછી ભુજ સ્વામિનારાયણ મંદિરે કોઇ પણ પ્રકારની સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.