સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

ઉપલેટા રાા-ગ્રામ્ય વિસ્તારોમાં ર થી ૩ ઇંચ વરસાદ પડતા ખેડૂતો ખુશ

ઉપલેટાઃ પડેલા વરસાદથી પાણી ફરી વળ્યા હતા

ઉપલેટા તા. ૧૩ : શહેરમાં પણ છેલ્લા ર દિવસથી ચોમાસું સત્ર એકટીવ થયા બાદ કયારે ઝરમતો કયારેક જોરદાર ઝાપટા વરસતા હતા. એ દરમ્યાન ગઇકાલે બપોરના ૩ કલાકથી લઇ વરસાદી માહોલ થયો હતો ૬પ મી.મી. વરસાદ પડેલ છે અને શહેરની અંદર મોસમનો કુલ વરસાદ ૯૦ મી.મી. નોંધાયેલ છે. જયારે તાલુકાના બન્ને ડેમની અંદર જળ સપાટી તળીયે ગઇ હોય અને માત્ર એક થી દોઢ  મહીનો ચાલે તેટલું પાણી બાકી બચ્યું છે અને ડેમ સાઇટ ઉપર ઉપલેટા તાલુકાના મોજ ડેમ ઉપર ૩૦ મી.મી.વરસાદ પડેલ છે મોસમનો કુલ વરસાદ ૮૮ મી.મી. થયેલ છે. જયારે તાલુકાના વેણું-ર ડેમ ઉપર મી.મી.૭૦ વરસાદ પડેલ છે મોસમનો કુલ વરસાદ ૧પપ મી.મી. પડેલ છે ઉપલેટા તાલુકાના ખેડુતોએ ભીમઅગીયારસ આજુબાજુ વાવણીના શ્રી ગણેશ કરી નાંખેલ હોય તેથી ખેતરોમાં થયેલ વાવણી ઉપર ર થી ૩ઇંચ વરસાદ વરસી જતા ખેડુતોના પાકને ૧પ દિવસની રાહત મળી હોવાનું જાણવા મળેલ છે તાલુકાના ગામડાઓ પણ ર થી ૩ ઇંચ વરસાદ પડેલ છે જેથી ખેડુતો આનંદમાં આવેલ છે.

આ વરસાદ પડતા ખેડુતોએ વાવેતર કરેલ પાકને જીવંતદાન મળી ગયેલ છે.

(11:34 am IST)