સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

મીઠાપુરમાં વરસાદનો પ્રારંભ

મીઠાપુરઃ હાલ ગુજરાતમાં સર્વત્ર ચોમાસું બેસી ગયું હોય બધી બાજુ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે પરંતુ દેવભૂમિ દ્વારકા જીલ્લાના છેવાડાના ગામ મીઠાપુર તેમજ તીર્થધામ દ્વારકામાં હજી મેઘો આવ્યો નથી. ત્યારે આજે સવારે અચાનકજ વાતાવરણમાં બદલાવ આવતા અંધારપટ છવાઇ ગયો હતો અને વર્ષાની એક નાનકડી હેલી આવી હતી. અને રસ્તાઓ પર પાણી ના નાના ખાબોચિયા ભરાઇ ગયા હતા. લોકોને એમ હતું કે આજે તો મેઘરાજા આવશેજ પરંતુ લોકોની લાગણીથી વિપરીત જોઇએ એવો વરસાદ ન આવતા ગયા વર્ષની જેમ આ વખતે પણ વરસાદના આવે તેવું લાગ્યું હતું. (તસ્વીરઃ દિવ્યેશ જટણીયા મીઠાપુર)

(11:31 am IST)