સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

બોટાદમાં રૂ. ૫ ની નોટ લેવા માટે વેપારીઓની આનાકાનીઃ લોકો પરેશાન

જવાબદાર બેંક અધિકારીએ જરૂરી સ્પષ્ટતા કરવા લોક લાગણી

બોટાદ તા.૧૩: બોટાદ શહેરમાં ઘણા સમયથી પ રૂપીયાની નોટ નાના મોટા વેપારી, શાકભાજીવાળા, ચાની હોટલ, પાનના ગલ્લાવાળા તેમજ સ્થાનિક લોકો પ રૂપીયાની નોટ ચલણમાં લેવાની ના પાડે છે. આથી નાના મોટા માણસો ખુબ જ તકલીફ, હાલાકીનો સામનો કરી રહયા છે.

થોડા સમય પહેલા લોકો ૧૦ રૂપીયાના સિક્કા બજારમાં કોઇ લેતું ન હતું આજે પ રૂપીયાની નોટ નવી પણ કોઇ લેતું નથી સરકારે પ રૂપીયાની નોટ બંધ કરી નથી તો કેમ લોકો ચલણમાં લેવાની ના પાડે છે. તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેથી તંત્રને યોગ્ય પગલા લેવા જરૂરી છે. તેવું ગ્રામજનો ઇચ્છી રહયા છે.

સરકારે નોટ બંધ કરી નથી તો કેમ નથી લેતા જે એક ચર્ચા નો વિષય છે. જવાબદારોએ યોગ્ય પગલા ભરી તાત્કાલીક ઉકેલ લાવવાની જરૂર છે. તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.

(10:13 am IST)