સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

હળવદ માકેટીંગ યાર્ડના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય

પ્રમુખ તરીકે રણછોડભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે વિઠ્ઠલભાઈ દલવાડી સર્વ સભ્યની અનુમતિથી વરણી

હળવદ માકેટીંગ યાર્ડ ના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ છે ,રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર ટી.સી.તીરથાણી ની અધ્યક્ષતા માં પ્રમુખ તરીકે રણછોડભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે વિઠ્ઠલભાઈ દલવાડી સર્વ સભ્ય ની અનુમતિ થી વરણી કરાઈ હતી.

 સૌરાષ્ટ્ર માકેટીંગ યાર્ડ માંઆગવુ નામ માકેટીંગ હળવદ ધરાવે છે જેમાં કબ્જો મેળવા ભાજપ પ્રેરિત પેનલ અને કોગેસ પ્રેરીત પેનલ બન્ને એડીચોટીનું જોર લગાવ્યું હતું ત્યારે હળવદ માકેટીંગ પર ભાજપ પ્રેરિત પેનલ નો ભવ્ય વિજય થયો હતો કુલ ૧૭ બેઠક પર ભાજપ પ્રેરિત પેનલ ના સભ્યો વિજય થયો જેમાં 8 બેઠક ખેડુત, 4 બેઠક વેપારી, 2 સહાકારીમંડળી, 2 સરકારી, 1 નગરપાલિકા એ મેળવી આમ હળવદ માકેટીંગ યાડૅ પર ભાજપે દબદબો જાળવી રાખ્યો હતો

  ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડીયા,શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ રાવલ,રજનીભાઈ સંઘાણી,વલ્લભભાઈ પટેલ,ધર્મેન્દ્રસિંહ ઝાલા વેપારી આગેવાન તથા ખેડુતો અને માકેટીંગ યાર્ડ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં, પ્રમુખ ઉપપ્રમુખની વરણી ને વધાવી પુષ્પગુચ્છ હાર પહેરાવી,મીઠાઈ ખવડાવી ખુશી વ્યકત કરવામાં આવી હતી

(8:56 pm IST)