સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

મંત્રી દિલીપ ઠાકોરે કચ્છનાં માંડવી બીચ દરિયાઈ વિસ્તારમાં સ્થિતિની કરી સમીક્ષા

દરિયા કાંઠાના મોઢવા , રામેશ્વર ઝૂંપડપટ્ટી વિસ્તારની જાત મુલાકાત લીધી

ભુજ :સરકારે અસરગ્રસ્ત જિલ્લામાં પ્રભારી મંત્રીઓને હાજર રહેવા આદેશ કર્યો છે. ત્યારે પ્રભારી મંત્રી દિલીપ ઠાકોરે આજે માંડવી બીચ દરિયાઈ વિસ્તારમાં સ્થિતિની સમીક્ષા કરી હતી.

 મંત્રી ઠાકોરે જણાવ્યું કે, આજે સામાન્ય કરતા પવનની ગતિ વધારે છે. માંડવી બીચ પર સામાન્ય કરતા વધુ ઊંચા અને વધારે મોજા કિનારા તરફ આવી રહ્યા છે. મંત્રી દિલીપ ઠાકોરે દરિયા કાંઠાના મોઢવા , રામેશ્વર ઝૂંપડપટ્ટી વિસ્તારની જાત મુલાકાત લઈ જે લોકોએ સ્થળાંતર નથી કર્યું તેઓને સમજાવ્યા હતા. અને ત્યાંની સ્થિતિ ચકાસી હતી

  . કચ્છમાં ખાસ તો નલિયા, જખૌ, માંડવી, કંડલા વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.૨૬ હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. તેમની માટે શાળા, કોલેજો, વાડીઓ સહિતના સ્થળે રહેવા જમવા,મેડિસિન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.મંત્રી સાથે મામલતદાર તેમજ તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા

(12:36 am IST)