સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

માળીયાના વિસણવેલ ગામે સ્થળાંતર વેળાએ ચાલુ એમ્બ્યુલન્સમાં સગર્ભા મહિલાની પ્રસુતિ

પરપ્રાંતિય મજુર પરિવારની મહિલાની પ્રસુતિ કરાવાઈ :માતા અને બાળક બંને સ્વસ્થ

 

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના વિસણવેલ ગામે સંભવિત વાવાઝોડાની તકેદારી રૂપે લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે પરપ્રાંતિય મજુર પરિવારની મહિલા સુનિતાબેન સોલંકીને ૧૦૮ની ચાલુ એમ્બ્યુલન્સમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પ્રસુતિ કરાવી હતી. પ્રસુતા માતા અને બાળક બંને સ્વસ્થ છે.

પ્રસુતિ દરમ્યાન એમ્બ્યુલન્સમાં ગાયનેક ડૉક્ટરના ટેલી કાઉન્સેલીંગ દ્વારા સારવાર આપવામા આવી હતી. સરકારશ્રીના સંવેદનશીલ અને સેવાના સૂત્રને સાર્થક કરી આરોગ્ય વિભાગની ટીમે ચાલુ વરસાદ અને તેજ પવન વચ્ચે તા.૧૨ની મધરાતે કામગીરી કરી હતી.

  માંગરોળ અને માળીયા વિસ્તારમા સ્થળાંતર દરમ્યાન પ્રસુતિ દેખરેખ હેઠળની ૧૮૮ સર્ગભા મહિલાઓને સંસ્થાકીય પ્રસુતિ માટે દવાખાનામા ખસેડવામા આવી છે. ૨૭ સીનીયર સીટીઝનો કે જેમની રેગ્યુલર સારવાર ચાલુ છે તેમને પણ સ્થળાંતર કરી વ્યવસ્થા કરવામા આવી છે. સંભવિત વાવાઝોડા સામે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જિલ્લામાં કરવામાં આવી રહેલી કામગીરીની સ્થાનિક ગ્રામજનોએ સરાહના કરી હતી.

(12:21 am IST)