સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

જામનગરના બેડી યાર્ડમાં રાસાયણિક ખાતરની સેંકડો બોરીઓ વરસાદમાં : ગુણવતા નષ્ટ પામવાની ભીતિ

બેડી યાર્ડમાં ખુલ્લામાં પડેલ હજારો બોરીઓ વરસાદમાં તરબતર થઇ ગઈ

 

જામનગરમાં  ધૂવાધાર  વરસાદમાં બેડી યાર્ડમાં ખુલ્લામાં પડેલ હજારો બોરીઓ વરસાદમાં તરબતર થઇ ગઈ છે. સામાન્ય ભેજ લાગે તો પણ રાસાયણિક ખાતરની ગુણવતા નષ્ટ પામે છે. ત્યારે અહી હજારો બોરીઓ પર વરસાદ વરસ્યો છે

 જામનગરના બેડી રેલ્વે યાર્ડ વાટેથી કોલસાથી માંડી રાસાયણિક ખાતરનો જથ્થો બહારના પ્રાંતમાં મોકલવામાં આવે છે. જામનગરની રાસાયણિક ખાતર ઉત્તપન્ન કરતી સરકારની જીએસએફસી કંપની માંથી અહીંથી રાસાયણિક ખાતર રેલ્વે માર્ગે અન્ય સ્થળે પહોચાડવામાં આવે છે. ખરીફ સીજનમાં વહેલી માંગ વચ્ચે અહી થી દરરોજ સેકડો બોરીઓ રેલ્વે વાટેથી અન્ય સ્થળે મોકલવામાં આવે છે.

  સિક્કાની સરકારી કંપનીમાંથી ઉત્પન્ન થયેલ રાસાયણિક ખાતરનો જથ્થો છેલ્લા કેટલાય દિવસથી જામનગરના બેડી રેલ્વે યાર્ડ ખાતે ઠાલવવામાં આવી રહ્યો છે. જેની સામે પરિવહનની ઢીલી વ્યવસ્થા વચ્ચે જથ્થો ખુલ્લામા પડ્યો રહ્યો હતો. બીજી તરફ આજે જામનગરમાં માત્ર પંદર મિનીટના ગાળામાં ધોધમાર વરસાદ પડ્યો, જેમાં ખુલ્લામાં પડેલ સેકડો બોરીઓ પલળી ગયો હતો. સામાન્ય રીતે રાસાયણિક ખાતરને જરા સરખો પણ ભેજ લાગે તો તેની ગુણવતા નષ્ટ પામે છે.

 

(10:07 pm IST)