સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

પોરબંદરમાં રાત્રે તોફાની પવન :પોલીસચોકીનો વાયરલેસ ટાવર ધરાશાયી: ટગ બોટમાં ફરજનિષ્ઠ ચાર લોકો જોખમમાં

પાટી પર દરિયાનું પાણી ફરી વળ્યું: દરિયો તોફાની બનતા ભારે સંકટ ઉભું થયું

પોરબંદરના જેટી પર લાંગરેલી GMB ટગ બોટમાં ચાર લોકોના જીવ જોખમમાં મુકાયા છે. ચાર લોકો ઓન ડ્યુટી ટગ બોટમાં ફરજ બજાવે છે.ચાર લોકો વાવાઝોડાનો સામનો કરી રહ્યા છે. તમામ લોકો સરકારની સેવામાં પોતાના જીવ જોખમમાં મુક્યો છે. બીજી તરફ ચોપાટી પર દરિયાનું પાણી ફરી વળ્યું છે અને દરિયો તોફાની બનતા ભારે સંકટ ઉભું થયું છે.

પોરબંદરમાં વાયુ વાવાઝોડાને કારણે તેજગતીથી પવન ફુંકાયો. ભારે પવનનને કારણે માધવપુરની જુની પોલીસચોકીનો વાયરલેસ ટાવર ધરાશાયી થયો છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે આ ટાવર ખસેડવાની શહેરીજનોએ અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર આંખઆડા કાન કરતુ હતુ. જો કે શહેરીજનોની ઘણી રજૂઆતો બાદ હવે વાવાઝોડાને કારણે ટાવર ધરાશાયી થયો છે

(9:15 pm IST)