સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

સોમનાથના દરિયામાં બે માળ જેટલા ઉંચા મોજા ઉછળે છેઃ વાવાઝોડુ માત્ર ૭૦ કિ.મી. દૂર

બપોરે ૨ વાગ્યાની સ્થિતિ પછી તંત્ર વધુ એલર્ટઃ સાંજ સુધીમાં શું થશે ? તે નક્કી નહિ

રાજકોટ, તા. ૧૩ :. આજે બપોરે ૨ વાગ્યે આ લખાય છે ત્યારે સરકારી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાવાઝોડુ વેરાવળ સોમનાથથી માત્ર ૭૦ કિ.મી. દૂર રહ્યુ છે. વાવાઝોડુ ૩ થી ૫ વાગ્યા વચ્ચે વેરાવળ બંદર સુધી પહોંચે તેવી શકયતા છે. દરિયામાં વાવાઝોડુ જતુ રહેશે કે દિશા બદલશે ? તે નક્કી નથી. સાંજ સુધીમાં કુદરતી પરિસ્થિતિ ગમે તે વળાંક લઈ શકે છે.

સોમનાથનો દરિયો ગાંડોતૂર બન્યો છે. આજે બપોરે ૧૫થી ૨૦ ફૂટ ઉંચાઈ જેટલા મોજા ઉછળી રહ્યા છે. સોમનાથ સંકુલમાં કેટલાક બોર્ડ ઉડયા છે. બપોરની પરિસ્થિતિ પછી તંત્ર વધુ એલર્ટ બન્યુ છે. વહીવટી તંત્ર, પોલીસ, એન.ડી.આર.એફ. વગેરે ખડેપગે છે. જોરદાર પવન ફુંકાઈ રહ્યો છે.

(4:14 pm IST)