સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

સોમનાથના સુત્રાપાડા ગામના અસરગ્રસ્તોની પરિસ્થિતિ નિહાળતા જીતુભાઈ - નીતિનભાઈ

રાજકોટ : તંત્ર દ્વારા સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ગામ અને બંદરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતું. જેની પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય શ્રી જશાભાઈ બારડ, ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ શ્રી ઝવેરીભાઈ ઠકરાર, તાલાળાના પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ પીઠીયા અને ગીર સોમનાથ માલધારી જિલ્લા પ્રમુખ શ્રી બાલાભાઈ શામળાએ મુલાકાત લીધી હતી  અને ત્યાંની વ્યવસ્થા નિહાળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જીતુભાઈ વાઘાણી અને નીતિનભાઈ ભારદ્વાજ ગીર સોમનાથ જિલ્લામાં સવારથી છે અને ત્યાંની પરિસ્થિતિ નિહાળી રહ્યા છે.

(4:14 pm IST)