સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

માંગરોળના દરિયામાં કરંટ : કિનારે 20થી 25 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા : ચોરવાડ હોલીડે કેમ્પનો દરિયો ગાંડોતૂર

દૂધેશ્વર મહાદેવના મંદિરમાં દરિયાના પાણી ફરી વળ્યા : 24 જવાનો અને એનડીઆરએફની ટીમ તૈનાત

માંગરોળ નજીક આવેલા ચોરવાડ હોલીડે કેમ્પનો દરિયો વાયુ વાવાઝોડાના કારણે ગાંડોતૂર બન્યો છે. દરિયામાં કરંટ આવવાના કારણે 20 થી 25 ફુટ ઉંચા મોજા ઉછળ્યાં. જ્યારે દરિયા કીનારે આવેલા દૂધેશ્વર મહાદેવના મંદિરમાં દરિયાના પાણી ફરી વળ્યા છે.

  વાયુ વાવાઝોડાના કારણે માંગરોળમાં વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યુ છે. માંગરોળમાં એલર્ટના પગલે સેનાના 24 જવાનોની ટીમને તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત એનડીઆરએફની એક ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.

(1:52 pm IST)