સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

માધવપુર બીચ પર ભારે પવનની ત્રણ લોકોને થપાટ વાગતા ઈજાગ્રસ્ત : હોસ્પિટલ ખસેડાયા

બીચ પર ભારે પવન ફૂંકાવા સાથે ઠંડીનો ચમકારો : વરસાદ અને ભારે પવન

પોરબંદરના માધવપુર બીચ પર વાયુ વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. બીચ પર ભારે પવન ફૂંકાવા સાથે ઠંડીનો ચમકારો છે. વરસાદ અને પવનના કારણે રાહદારીઓને તથા લોકોને તકલીફ પડી રહી છે. આવા વાતાવરણમાં ભારે પવનથી ત્રણ વ્યકિતઓને થપ્પડ લાગતા ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 ની મદદથી હોસ્પિટલ ખસેડાયા છે.

(1:46 pm IST)