સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

જુનાગઢ પોલીસ દ્વારા રીઢા ગુનેગારની ધરપકડ

સગીરાના અપહરણ સબબ રાજસ્થાનમાંથી : પોલીસે રાત્રે ખાબકી દબોચી લીધો

જૂનાગઢ, તા.૧૩: શહેરના ભવનાથ ખાતે પ્રેરણા ધામ ખાતે રહેતા ફરીયાદીની સગીરવયની દીકરી ઉ.વ.૧૪ વર્ષને ૦૩ માસ ને તા.૨૩ના રોજ રાતના  આરોપી નરેશ કલ્યાણસિંહ ચૌહાણ રહે. રાજસ્થાન ભવનાથ ખાતેથી નસાડી ગયા અંગેની ફરીયાદીએ આરોપી નરેશ કલ્યાણસિંહ ચૌહાણ રહે. રાજસ્થાન વિરૂધ્ધ લગ્નની લાલચ આપી, અપહરણ કરવા તથા પોકસો એકટ મુજબ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપતા, ભવનાથ પો.સ્ટે. ખાતે ગુન્હો નોંધી, ગુન્હાની તપાસ સર્કલ પો.ઇન્સ.કે.એમ.ગોસ્વામી તથા સ્ટાફ દ્રારા હાથ ધરવામા આવેલ હતી.

ંજુનાગઢ જીલ્લા પોલીસ વડા સૈારભ સિંધ દ્વારા ફરીયાદીની ર્ંસગીર વયની દિકરીના અપહરણના ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનારને તાત્કાલીક શોધી, આરોપી વિરૂધ્ધ કાયદેસર કડક કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલ હતી.

ંજુનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી પ્રદીપસીંહ જાડેજાના માર્ગદર્શન હેેેેઠળ જુનાગઢના સર્કલ પોલીસ ઇન્સપેકટર કે.એમ. ગોસ્વામી તથા સ્ટાફના એ.એસ.આઇ હરસુખભાઇ, પો.કોન્સ. દિલીપભાઇ, પ્રભાતભાઇ, ભરતભાઇ સહીતની પોલીસ ટીમને ટેકનીકલ સોર્સ તથા બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે, ભવનાથ ખાતેથી અપહરણ કરવામાં આવેલ આરોપી રાજસ્થાનના મુછેરેડી ગામેની જે મળેલ બાતમીના આધારે પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક રાજસ્થાન રાજયના બારાન જિલ્લાના મુછેરેડી ગામેથી આરોપી નરેશ કલ્યાણસિંહ ચૌહાણ રહે. મુછેરેડી ગામ તા. સાહાબાદ જી. બારાન રાજસ્થાન ખાતેથી સ્થાનિક પોલીસની મદદથી ત્રણ ટીમો બનાવી, પકડી પાડી, રાઉન્ડ અપ કરી, ભોગ બનનારને પણ મેળવી, જૂનાગઢ ખાતે લાવવામાં આવેલ હતા. પકડાયેલ આરોપીની પુછપરછ કરતા, ભોગબનનાર અને પોતે પરબ ગામે રહેતા હોય, પોતે કલરકામ કરતા હોય, જેથી એક બીજાને પ્રેમ સંબંધ થઇ જતા પોતે ભોગબનનારને લઇ ગયેલ હોવાનુ જણાવેલ અને ભોગ બનનાર સગીરાને પણ શોધી કાઢવામાં આવેલ હતી.

(1:05 pm IST)