સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

પોરબંદર કાંઠે ભારે મોજાથી ભુતેશ્વર મંદિર જમીનદોસ્તઃ પુજારીનો બચાવ

પોરબંદર, તા., ૧૩:  પોરબંદર દરીયાકાંઠે જુના સ્મશાનમાં ભુતેશ્વર મંદિર રાત્રીના ભારે મોંજાથી જમીનદોસ્ત થઇ ગયું છે. મંદિરમાં રહેતા પુજારી સમયસુચકતા જોઇને નીકળી જતા તેનો બચાવ થયો  છે.

રાત્રી દરમિયાન દરીયાના ભારે મોજાના સતત મારથી ભુતેશ્વર મંદિરનો પાયો નબળો પડી જતા અને જમીનદોસ્ત થઇ ગયેલ. મંદિરમાં કાલ ભૈરવની પ્રાચીન મુર્તી હતી તે તણાઇ ગયેલ છે. મંદિરનો સામાન દરીયાના પાણીમાં તણાઇ ગયેલ છે. મંદિર જમીનદોસ્ત થયું ત્યારે કોઇ વ્યકિત મંદિરમાં ન હોય જાનહાની ટળી ગઇ છે. ભુતેશ્વર મંદિર ઘણા સમયથી જર્જરીત બની ગયું હોય અને આ મંદિર પાલીકા હસ્તકની જમીનમાં હોય પાલીકા સતાવાળાઓને મરામત કરવા અનેક વખત ધ્યાન દોર્યુ હતું. છતા મરામતની કોઇ કામગીરી કરવામાં આવી નહોતી.

(1:00 pm IST)