સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

ધોરાજીમાં વહેલી સવારના ભારે પવન સાથે વરસાદ

ધોરાજી, તા.૧૩:  આજે સવારે ૫ /૩૦ કલાકે ભારે પવન સાથે વરસાદ આવતા સાવચેતીના પગલા રૂપે આર્મી જવાનો ની ટીમ પણ ધોરાજીમાં  છે જેના ભાગરૂપે આર્મી યુનિટ ટીમના મેજર એચ આર પુરી એ જણાવેલ કે ધોરાજી ઉપલેટા જામકંડોરણા વિસ્તારમાં વાવાઝોડા કે વરસાદને કારણે લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ટીમ ગઈકાલે રાત્રીના આઠ વાગે ધોરાજી ખાતે આવી પહોંચી હતી.  આપાતકાલ ના તમામ સાધનો એમ્બ્યુલન્સ વાન ક્રાઇમ મેડિકલ ટીમ અને ભારે પવન અને વરસાદમાં પૂર્વ ગણાતા લોકોને પણ બચાવી શકાય તે પ્રકારના સાધનો સાથે ૫૧ આર્મી જવાનો ગઈ કાલ રાતથી જ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી રહ્યા છે.

આ વિસ્તારમાં અચાનક કોઈ એવી ઘટના બની જાય તો તેના માટે પણ હેલિકોપ્ટર સુધીની વ્યવસ્થા પણ સરકારી વિચારી રાખી છે તે બાબતે પણ આવો તમામ વિભાગોમાં બચાવકાર્ય થાય તે પ્રકારની ટીંપા મારી સતત કાર્યક્રમ છે

ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ મીયાણી જણાવેલ કે ગઈકાલથી જે વાવાઝોડા અને વરસાદની આગાહી હતી જેના અનુસંધાને ગુજરાત સરકારના સતત પ્રયત્નથી રાજકોટ જીલ્લા કલેકટર શ્રી આદેશ થી ધોરાજી ઉપલેટા જામકંડોરણા ત્રણ તાલુકાના તમામ ગામોમાં બેચર જરીતે મકાનોમાં નદી કાંઠા વિસ્તારોમાં અથવા તો જુપડામાં રહેતા લોકોને તાત્કાલિક અંતર કરી શાળાના સંકુલમાં સમાજની વાડીઓમાં રાખવામાં આવી હતી ગઈકાલે રાત્રે શું છે તેઓને ફુડ પેકેટ ની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી અંદાજે ત્રણ તાલુકામાંથી ૩૫૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું હજુ આજ સાંજ સુધીની જે આગાહી છે તે ધ્યાનમાં રાખી તંત્ર એલર્ટ રાખવામાં આવ્યું છે તમામ રાહત કામગીરી બાબતે પણ યોગ્ય ધ્યાન આપવામાં આવશે અને ૨૪ કલાક કંટ્રોલ ખુલ્લા રાખવામાં આવ્યા છે

સાથે સાથે આર્મી લશ્કરની ટીમ પણ ૫૧ જવાનોની સાથે ધોરાજીમાં આવી ગઈ છે. આઠ વાગ્યા સુધી ધીમીધારે વરસાદ રહ્યો હતો હાલમાં ભારે પવનના સુસવાટા સાથે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે.

(1:00 pm IST)