સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

વાવાઝોડાની ચેતવણીના પગલે નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા

પડધરી તા.૧૩ : હવામાન વિભાગ દ્વારા મળેલ સુચના અનુસાર ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમજ વાવાઝોડા કે, અતિ ભારે ગતીથી પવન ફુંકાવવાની સંભાવના રહેલ હોય જેથી આ પરિસ્થિતિને પહોંચી વળવા પડધરી મામલતદાર કચેરી ખાતે ફલડ કંટ્રોલ રૂમ ચોવીસ કાર્યરત રહેશે સંભવતી પરિસ્થિતી અંગે પડધરી તાલુકા અને શહેરમાં જરૂરી અગમ ચેતીના સાવચેતીના પગલા ભરવા માટે એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રીની નિમણુક કરવામાં આવેલ છે તેમજ વાવાઝોડા અને અતિ ભારે વરસાદથી થયેલ જાન-માલના નુકશાન બાબતે તાત્કાલીક સર્વે કરી સહાય  ચુકવવા માટે તમામ ગામે કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા નુકશાનીના સર્વે કરવા પૂર્વ આયોજન કરવામાં આવેલ છે નિચાણવાળા વિસ્તાર આજી-ર, આજી-૩ તેમજ ન્યારી-ર ડેમની આસપાસ તેમજ કાચા અને છાપરા વાળા મકાનોમાં વસવાટ કરવા ૩૦૩ લોકોને તાલકામાં સર્વે કરી સલામત સ્થળે સ્થાળંતર કરવા વીહવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલ છે. પડધરી પ્રાંત અધિકારી ઓમપ્રકાશ મામલતદાર પી.એલ.ગોઠી, તાલુકા વિકાસ અધિકારી નેમિષભાઇ ગણાત્રા તેમજ તલાટીકમ/મંત્રી, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી કર્મચારી દ્વારા સંભવીત કુદરતી આફતની પરિસ્થિતીમાં જાનમાલનું નુકશાન ન થાય તે માટે સાવચેતીના જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવી રહેલ હાલ પડધરી શહેર અને તાલુકામાં વાદળ છાયુ વાતાવરણ પવનની ગતી સામાન્ય છે છે.પડધરી કંટ્રોલરૂમ (૦ર૮ર૦) ર૩૩૦પ૯

રાજકોટ કંટ્રોલ રૂમ (૦ર૮૧) ર૪૭૧પ૭૩

(1:00 pm IST)