સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

વેરાવળમાં દોઢ ઇંચઃ સોમનાથ-દ્વારકા દરીયા કિનારે ઉંચા ઉછળતા મોજા

પવનના સુસવાટાઃ વિજ પુરવઠો ઠપ્પઃ અનેક લોકોનું સ્થળાંતર

પ્રથમ અને બીજી તસ્વીરમાં વેરાવળ સોમનાથ તથા ત્રીજી, ચોથી અને પાંચમી તસ્વીરમાં દ્વારકામાં ઉછળતા મોજા નજરે પડે છે.

દ્વારકા-વેરાવળ, તા., ૧૩: 'વાયુ' વાવાઝોડાના કરંટના પગલે સોમનાથ અને દ્વારકાના દરીયા કિનારે ઉંચા મોજા ઉછળી રહયા છે. જેના કારણે લોકોમાં ભય પ્રસરી ગયો છે.

વેરાવળ-સોમનાથમાં કાલે રાત્રીથી સવાર સુધીમાં ધીમીધારે દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે ૩પ થી ૩૬ કિ.મી. ઝડપે પવન ફુંકાઇ રહયો છે. જયારે વિજળી પુરવઠો ઠપ્પ થઇ ગયો છે અને દરીયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર વધુ છે. વીસ હજાર લોકોને સ્થળાંતર કરાયા છે. જયારે દેવભુમી દ્વારકા જીલ્લામાં પણ ઉંચા મોજા ઉછળી રહયા છે અને પવનના સુસવાટા ફુંકાઇ રહયા છે અને દરીયા કિનારે વાવાઝોડાનો કરંટ વધુ જોવા મળી રહયો છે.

(11:52 am IST)