સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

પોરબંદર દરિયા કાંઠે બાંધેલી રપ થી વધુ હોડી મોજામાં તણાઇ

જુની દિવા દાંડી સામે કાંઠે ૧પ ફુટ બ્રેક વોટર દિવાલથી ઉંચા ઉછળતા મોંજાના પાણી રોડ ઉપર રેલાયાઃ કુછડી અનેજાવર કાંઠે પાળો તુટી ગયો

પોરબંદર તા.૧૩ : ''વાયુ'' વાવાઝોડુ પોરબંદર  દરિયાથી ૧૩૦ કી.મી.દુર દક્ષીણે પસાર થઇને ઓમાન તરફ આગળ વધી રહેલ છે જેની  અસરથી પોરબંદર દરિયામાં ભારે મોંજા ઉછળી રહ્યા છે. કાંઠે બાંધેલી રપ થી વધુ નાની હોડીઓ મોંજામાં તણાય ગઇ છે જુની દિવાદાંઠી સામે કાંઠે રપ ફુટ બ્રેક વોટર દિવાલથી આજે સવારે ઉંચા ઉછળતા મોંજાના પાણી રોડ ઉપર આવી જાય છે. નજીકના ઇન્દ્રેશ્વર મંદિરની ભેખડમાં મોંજા અથડાયા બાદ મંદિરના શિખર સુધી પહોંચી જતાનુ જોવા મળે છે.

વાવાઝોડાની અસર રૂપે સવારેભારે પવન ફુંકાય રહ્યો છે. અને વરસાદના છાંટા પડીજાય છે એરપોર્ટ હવાન કચેરીથી જણાવ્યા મુજબ દરિયામાં સવારે પવનની ઝડપ પ૦ કી.મી. તથા ડીઝાસ્ટર કંટ્રોલની માહિતી મુજબ સવારે દરિયામાંં પવનની ઝડપ  ૧૩પ થી ૧૬૦ કી.મી. રહી છે. દરિયામાં હાઇટાઇડ છે. પોરબંદર નજકી કુછડી અને જાવર કાંઠે ભારે મોંજામા પાળો તુટી ગયેલ છે.

પોરબંદર દરિયાકાંઠે ગઇકાલથી ૯ નંબરનું સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યું છે.

પોરબંદરમાં ૧૯૯૮માં સુપર સાઇકલોન આવેલ ત્યારે કાંઠા ઉપર ૧૯૦ કી.મી.ઝડપે પવન ફુંકાયો હતો. એક સ્ટીમર લંગર તોડીને સ્ટેટ લાયબ્રેરી સામે કાંઠા સુધી પહોંચી ગઇ હતી ૧૯૭પમાં ટોરેન્ટો વાવાઝોડુ  જમીન માર્ગેથી ઉદ્યોગનગર વિસ્તારમાંથી ફુંકાયું હતું.૧૯૯૮માં હાલ બીએસચેનલ કચેરી બેસે છે ત્યાં ટેલીફોન ટાવર હતો વાવાઝોડામાં તુટીને નજીકમાં ધાર્મિક જગ્યામાં પડતા તે સમયે ૭ વ્યકિતઓના મોત નીપજયા હતા.

પોરબંદરની ચોપાટી ઉપર લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.જિલ્લા કલેકટર દ્વારા વાવાઝોડા સામે તકેદારીના પગલાને લીધે નુકશાનહાની નુકશાન થતું અટકયું છે ગુરૂતમ ઉષ્ણતામાન ૩૭.પ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણતામન ર૬,૪ સે.ગ્રે. ભેજ ૮૯ ટકા પવનની ઝડપ ૧પ કી.મી. હવાનું દબાણ ૯૯૬ એચ.પી.એ વરસાદ પોરબંદર ૭ મી.મી. રાણાવાવ ૧ર મી.મી. અને કુતિયાણામાં ર મી.મી. નોધાયો છે.

(11:48 am IST)