સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

વાંકાનેરમાં વહીવટીતંત્ર દોડી રહયું છે, પરંતુ કાપેલા ઝાડ છત પરથી ઉતારવાનું ભુલાઇ ગયું

વાંકાનેર તા ૧૩  :  પ્રજાના જાન માલની ચીંતા કરતું તંત્રને સીટી સ્ટેશન રોડ ઉપર ઉંચુ ઉપાડીને જોવાની તસ્દી લીધી નથી, નહીતર ચોક્કસ જોખમી મોટી ઝાડની ડાળીઓ નજરે પડત. વાંકાનેરના સીટી સ્ટેશન રોડ કેનાલા પાસેથી ગ્રીનચોક સુધી ડબલ પટ્ટીનો રોડ બનાવવાની કામગીરી એક માસથી વધુ સમય થયા ચાલી રહી છે. આ રોડની  પહોળાઇ વધારવા સીટી સ્ટેશન રોડ ઉપર એક જુના મકાન પાસેનું તોતીંગ ઝાડ દુર કરવાની ફરજ નગરપાલીકાને પડેલ અને આ મસમોટા ઝાડને કાપવા માટે ઝાડ ઉપર ચડી કરવત (કટર) વડે મોટી ડાળીઓ કાપવી પડી હતી.

જેમા બે મોટી-મોટી  ડાળીઓ આ જુનવાણી મકાન ઉપર નમેલી હતી તેને ત્યાંજ કટરથી કાપી ત્યાંથી નીચે ઉતારી લેવાને બદલે ત્યાંજ રાખી મુકી છે. એક તો જુનાવણી મકાન પડવાની દહેશત વચ્ચે તેના નળીયા વાળી છત ઉપર પાલીકા તંત્ર એ ઝાડ કાપેલ બે મોટી ડાળીઓ પડી છે.

સીટી સ્ટેશન રોડ ઉપર દરરોજ હજારો માણસો અને વાહનોની અવરજવર છે, ઉપરાંત આ સ્થળ નિચેજ રેકડી કેબીનો પણ છે, ત્યારે નગરપાલીકા તંત્ર આ જોખમી મોટી ડાળીઓને તાકીદે નીચે ઉતારી લોકો પરથી જોખમ ઘટાડે તેવી માંગણી ઉઠી રહી છે.હવે આ ડાળીઓ  વાવાઝોડાના ખતરા પહેલા પાલીકા તંત્ર ઉતારવાની તસ્દી લેશે કે પછી ભારે પવનથી ઉડીને નીચે પટકાશે તે જોવાનું રહયું

(11:43 am IST)