સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

જામનગરમાં સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપતા નિરંકારી સ્વયંસેવકો

મહાનગરપાલીકાની અપીલ બાદ રણમણ તળાવમાંથી ટનબંધ કચરો એકત્ર કર્યો

જામનગર તા.૧૩ : જામનગર મનપા દ્વારા યોજાયેલ સ્વચ્છતા ઝુંબેશમાં સંત નિરંકારી ચેરી. ફાઉન્ડેશનના સ્વયંસેવકો જોડાઇને મનપાને સામાજીક ફરજરૂપે ભરપુર સહયોગ આપી ઉમદા કાર્ય કરેલ.

જામનગર મનપાના સ્ટે.કમીટીના અધ્યક્ષ સુભાષભાઇ જોષીએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવા માટે સંત નિરંકારી ચેરી. ફાઉન્ડેશનને આમંત્રણ પાઠવેલ. જેનો સ્વીકાર કરતા સ્થાનીય સંયોજક મનહરલાલ રાજયપાલજીએ સહયોગ આપવાની ખાતરી આપેલ.

આ અભિયાન અંતર્ગત ગતરોજ શહેરની મધ્યે આવેલ રણમલ તળાવના પાછળના ભાગે સવારે ૭ થી ૯-૩૦ સુધી ફાઉન્ડેશનના ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં જોડાઇ અને તળાવમાંથી વ્યાપક પ્રમાણમાં પ્લાસ્ટીક તથા કચરો એકઠો કરી તળાવને સ્વચ્છ રાખવાનો સુંદર કાર્ય કરેલ.

સ્ટે.કમીટીના ચેરમેન સુભાષ જોષીએ કહ્યુ કે, ફાઉન્ડેશન દ્વારા હર હંમેશા સ્વચ્છતા અભિયાનમાં અમોને સંપુર્ણ સહયોગ આપે છે આ અગાઉ પણ એકદમ નિષ્ઠાથી કાર્ય કરેલ છે એ મારા માટે ગૌરવપુર્ણ છે કે ફાઉન્ડેશનની જામનગર શાખા અમારા કાર્યક્ષેત્ર વોર્ડનં.૩માં સ્થાપી છે.

સંત નિરંકારી મંડળના સ્થાનીય સંયોજક મનહરલાલ રાજયપાલજીએ જણાવ્યુ કે, આ ભગીરથકાર્યમાં મનપાએ જે અમારા પર વિશ્વાસ વ્યકત કર્યો તે બદલ અમો તેમના આભારી છીએ. પુર્ણ સદગુરૂ બાબા હરદેવસિંહજીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, બાબાજી હંમેશા કહેતા કે પ્રદૂષણ મનની અંદર હોય કે બહાર બંને જ હાનીકારક છે.

આ અભિયાનમાં મનપાના કમિ. સતીષ પટેલ, ચેરમેન સુભાષ જોશી, કોર્પો. દિવ્યેશ અકબરી, મનીષ કટારીયા, અરવિંદ સભાયા તેમજ અન્ય પદાધિકારીઓ હાજર રહીને ઉત્સાહ પુરૂ પાડેલ.

સમગ્ર અભિયાનને સફળ બનાવવા સેવાદળ સંચાલક સુરેશકુમાર, વિનોદકુમાર અને સેવાદળ સંચાલીકા શ્રીમતી આરબીને ટહેલ રામાણીએ ભારે જહેમત ઉઠાવેલ.

(11:29 am IST)