સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

અલંગથી ૧૧૦૦ મજુરોનુ સ્થળાંતર કામકાજ ઠપ્પઃ ૭ વિજથાંભલા ધરાશાઇ

ભાવનગરમાં વૃક્ષ પડી ગયુઃ ''વાયુ'' એ રૂટ બદલતા ગોહિલવાડ ઉપરથી ખતરો ઓછો થયો

ભાવનગર તા.૧૩: ભાવનગર જીલ્લામાં સવારથીજ વરસાદ શરૂ થયો છે મોડી રાત્રે તેજ પવન ફુંકાયો હતો. સવારે પવન પડી ગયો છે જયારે જીલ્લામાં હળવા-ભારે ઝાપટાથી લઇ એક ઇંચ વરસાદ પડી ગયો છે. સિહોરમાં રાત્રે ભારે પવનથી સાત વીજ થાંભલોઓ ધરાશાઇ થયા છે. ભાવનગરમાં વૃક્ષ પડી ગયુ હતુ. સવારે તળાજા,પાલીતાણા અને જેતર પથંકમાં એક ઇંચ વરસાદ પડયો છે. જીલ્લાભરમાં સવારથીજ કાળા ડિબાંગ વાદળો છવાયા હોય વરસાદની સભાવના છે.

અરબી સમુદ્રમાં ઉત્પન્ન  થયેલુ વાયુ વાવાઝોડા ભાવનગરમાં અસર કરી રહ્યુ છે રાત્રે તોફાની પવન ફંુકાયો હતો અને સિહોર પંથકમાં સાત વીજ થાંભળાઓ પડી ગયા હતા. દરમ્યાન આજે સવારે ભાવનગર સહિત જીલ્લાભરમાં વરસાદ શરૂ થયો છે.

અલંગશીપ બ્રેકીંગ યાર્ડ ખાતે ૧૧૦૦ મજુરોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે અલંગમાં કામકાજ ઠપ થઇ ગયુ છે. તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાને પગલે તમામ પગલાઓ ભરાયા છે.

ભાવનગર નજીકના વિશ્વ વિખ્યાત એવા અલંગ જહાજવાડીમાં સંભવિત વાવાઝોડાને લઇ શિપકોકીંગ યાર્ડમાં કામકાજ ઠપ કરવામાં આવ્યુ છે તંત્ર દ્વારા અલંગ શિપયાર્ડમાં પરપ્રાંતીય મજુરો જે ખોલીમાં રહેતા હોય તેવા મજુરોને ઉંચાણવાળા વિસ્તારમાં બનેલ ટ્રેઇનિંગ સેન્ટર ખાતે સ્થળાંતર કરવામાં આવેલ છે.

વિભાવરીબેન દવેનો ત્રણ દિવસ ભાવનગરમાં પડાવ

ભાવનગર જીલ્લામાં સંભવિત વાવાઝોડાને લઇ રાજ્ય સરકાર દ્વારા ભાવનગરના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેને ભાવનગરની જવાબદારી સોંપી ભાવનગર મોકલેર છે વિભાવરીબેન દવે તા.૧૨ થી ૧૫ સુધી ભાવનગર જ રહી પરિસ્થિતિની સમીક્ષા કરશે. આજે બપોરે મંત્રી વિભાવરીબેન દવેએ કલેકટર કચેરી સ્થિત કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.

'વાયુ' નામના વાવઝોડાનો ખતરો જિલ્લાના ઘોઘા,તળાજા, મહુવા અને ભાવનગર તાલુકાના દરિયા કિનારાના ૩૪ ગામડાઓને અકલ્પનિય નુકશાન પહોંચાડે તેવી ભીતિ હતી. પણ આજ સાંજે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે જે વાવાઝોડું મહુવા અને વેરાવળ વચ્ચે ત્રાટકવાનું હતું તેમ દરિયામજ વાવાઝોડા એ રૂટ બદલતા હવે પોરબંદર અને દ્વારકા વચ્ચે ત્રાટકે તેવું જણાતા ગોહિલવાડ પર કહી શકાય કે સાવ ખતરો ટલયો નથી. પણ પચાસ ટકા રાહત થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

આ બાબતે તળાજા કલેકટર ડો.રાજેન્દ્ર પટેલએ સતાવાર રીતે જણાવ્યું હતું કે હવામાન વિભાગની વાવાઝોડા એ રૂટ બદલ્યાની આગાહી મુજબ થોડે અંશે ખતરો ઓછો થયો તેમ કહી શકાય પણ સાવ ખતરો ટળ્યો છે તેમ કહી ન શકાય. આથી જિલ્લાનું પ્રશાસન સતત મોનિટરીંગ કરી રહ્યુ છવા સ્થળાંતર સહિતની કામગીરી શરૂ જ છે.

ડે.કલેકટર તળાજાના જણાવ્યા પ્રમાણે ભાવનગર,તળાતા,ઘોઘા, મહુવા તાલુકાના દરિયા કિનારે વસેલા વાવાઝોડું નુકશાન પહોંચાડી શકે તેવા અસર ગ્રસ્ત લોકોને સવાર થીજ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેને લઇ સરકારના ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રો અને સેવા ભાવિ સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. એ ઉપરાંત સરકારી ગોડાઉનોમાંથી તમામ પ્રકારનું કાચું સીધું આપવામાં આવે છે. આથી સેવાભાવી સંસ્થાઓ રાધીને ભૂખ્યાને ભોજન આપી શકે છે. ગોપનાથ મહાદેવ ખાતે સરકાર દ્વારા ચાલતા મહંત જગ્યામાંથી પાંચ હજાર ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.

વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યુ છે રાહતકામ માટે રાજય સરકારે ભાવનગરને એનડીઆરએફનીએ અને એસડીઆરએફની એક ટુકડી સાધનો સાથે ફાળવી છે જેને હાલમાં મહુવામાં તૈનાત સ્પાઇ છે.

મહુવા ઉપરાંત તળાજા, ઘોઘા અને ભાવનગર ગ્રામ્યના દરિયાઇ પટ્ટી તથા ભાલ પંથકના કેટલાક હોય આ વિસ્તારના ગ્રામ્યજનોએ એલર્ટ કરી સુરક્ષીત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આજે બપોરે રાજયમંત્રી વિભાવરીબેન દવેએ મહુવાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઇ લોકોને સ્થળાંતર કરવા સમજાવ્યા હતા.

ડીવીઝનની મીટરગેજની તમામ ટ્રેનો બે દિવસ માટે રદ

ભારતીય રેલ્વે ડીવીઝન દ્વારા વાવાઝોડાને લઇ ભાવનગર ડીવીઝનની મીટરગેજથી તમામ ૧૦ ટ્રેનો બે દિવસ માટે રદ કરી દેવાઇ છે ઉપરાંત બોડગ્રેજ રૂટની મહુવા-સુરત વચ્ચે ચાલતી વિકલી ટ્રેન તથા મહુવા-ધોળા-પોરબંદર-રાજકોટ વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેન પણ રદ કરાઇ છે.

શહેરમાં અનેક વિસ્તારોમાં ભય ઉભો કરતા હોર્ડીગ્સને મ્યુ.એસ્ટેટ વિભાગે ઉતારી લીધા હતા. ફાયર બેન્ડ ઇમરજન્સી વિભાગે પ યાત્રીક બોટ, નાના મોટા મળીને કુલ ૧૦ ફાયર ફાઇટર, ૧ રેસ્કયુવાન, ૧૦૦ બોયા, ૮૦ લાફજેકેટ, ર એમ્બ્લુન્સ સાથે કુલ ૬૨ ફાયર સ્ટાફ તૈનાત કરાયો છે વોર્ડ દીઠ મેડીકલ ટીમ આવશ્યક દવાઓ સાથે તૈયાર રાખવામાં આવેલ છે રસ્તાપરના ઝાડ પડવાના કિસ્સામાં ત્રણ ટ્રી કટર મશીનો ટીમ સાથે તૈનાત કરાઇ છે. આમ ભાવનગરમાં તંત્ર દ્વારા સભવિત પરિસ્થિતિ તે પહોંચી વળવા સજ્જ બન્યુ છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાદ્યાણીએ કરેલા અનુરોધને પગલે શહેર ભા.જ.પા. દ્વારા શહેર ભા.જ.પા. અધ્યક્ષશ્રી સનતભાઈ મોદી દ્વારા શહેર ભા.જ.પા.ના વોર્ડ સહ તમામ જવાબદાર કાર્યકર્તાઓ, સંગઠનના પદાધિકારીઓ, નગરસેવકો, વોર્ડના પદાધિકારીઓ સહિત તમામ કાર્યકર્તાઓ ને પોતાના વોર્ડમાં જ રહેવા અને અધિકારીઓ અને વહીવટી તંત્ર સાથે રહી લોકોના દુઃખમાં ભાગીદાર બની લોકોની મુશ્કેલ પરિસ્થિતિમાં તેમની પડખે ઉભા રહેવા શહેર ભા.જ.પા. અધ્યક્ષશ્રી સનતભાઈ મોદીએ અનુરોધ કર્યો છે સાથે સાથે મોટી આપત્ત્િ।ની સ્થિતિને ટાળવા શહેર ભા.જ.પા. કાર્યાલય ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જયાં શહેર અધ્યક્ષશ્રી સનતભાઈ મોદી સ્વયં શહેર સંગઠનના પદાધિકારીઓ, મેયરશ્રી, ચેરમેનશ્રી સહિતના જવાબદાર પદાધિકારી ઓ ઉપસ્થિત રહી સમગ્ર શહેરની સ્થિતિ ઉપર નજર રાખશે અને આપત્ત્િ।ની સ્થિતિમાં રૂબરૂ સ્થળ પર પણ પહોંચશે આ ઉપરાંતઙ્ગ મંત્રીશ્રી વિભાવરીબેન દવે પણ કલેકટર કચેરી અને શહેર કાર્યાલય સાથે સંપર્ક રાખી સમગ્ર શહેરની સ્થિતિ પર નજર રાખશે શહેર મહામંત્રીશ્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ અને રાજુભાઇ બામભણીયાએ શહેરના નાગરિકો ને આફતની સ્થિતિએ શહેર ભા.જ.પા.કાર્યાલય ખાતે સંપર્ક કરવા અથવા પોતાના ના વિસ્તારના નગરસેવકો અને ભા.જ.પા.ના કાર્યકર્તાઓનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવેલ .

અલંગ ખાતે દરિયા કિનારા ના વિસ્તાર માંથી મજૂરો અને લોકો નું સ્થળાંતર કરવા માં આવી રહ્યું હોય રેડક્રોસ હોસ્પિટલ માં પણ લોકો માટે વોર્ડ રાખવા માં આવ્યા છે અને દર્દીઓ માટે પણ વાઙ્ખર્ડ તૈયાર રાખવા માં આવ્યા છે હાલ માં જિલ્લા કલેકટરશ્રી ના આદેશ અનુસાર ૧૫૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરવા ના કાર્ય માં ટિમ ને મુકાઈ છે અને સેવા માટે સ્વંયસેવકો ને તૈયાર રાખવા માં આવ્યા છે હોસ્પિટલ થી ટિમ અન્ય ઉતારા વ્યવસ્થા માં મેડિકલ સેવાઓ આપવા નીકળેલ છે

વળી રેડક્રોસ ના ડીઝાસ્ટર ટિમ ના સભ્ય અને કૂડા ગામ ના સરપંચ રદ્યુભાઈ દ્વારા જોખમ અંગે ની બેઠક કરવામાં આવી

આજે હોસ્પિટલ રોકાયેલ માટે ભોજન વ્યવસ્થા અને રહેવા ની વ્યવસ્થા કરાઈ છે

આજે વ્યકિતગત રાજય શાખા જઈ ને ડીઝાસ્ટર માટે ની કાર્યવાહી ની સમીક્ષા કરી અને આ સમય માં આપણી બ્રાન્ચ સાથે સંકલન માટે કાર્યવાહી કરવા માં આવેલ છે.

(11:26 am IST)