સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

જામકંડોરણામાં ૭૪૮ લોકોનું સ્થળાંતર

જામકંડોરણામાં આજે સવારે ઝરમર વરસાદ શરૂ થયો હતો. (તસ્વીર : મનસુખ બાલધા)

જામકંડોરણા તા. ૧૩ :.. તાલુકામાં સંભવિત વાવાઝોડા અને વરસાદની આગાહીના અનુસંધાને પૂર્વ સાવચેતીના ભાગરૂપે જામકંડોરણા મામલતદારશ્રીએ તાલુકા કક્ષાના તમામ અધિકારીઓની બેઠક બોલાવી સુચનાઓ આપી એલર્ટ કરવામાં આવેલ જામકંડોરણા તાલુકામાં કાચા મકાનો, ઝૂંપડામાં રહેતા દૂધીવદર, ઇશ્વરીયા, તરવડા, જામકંડોરણા, જશાપર, રાયડી સહિતના ગામોના કુલ ૭૪૮ લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ. જામકંડોરણામાં ઇન્દીરાનગરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું ઇન્દીરા નગર પ્રા. શાળામાં તેમજ ખેતરોમાં રહેતા મજૂરોનું આઇટીઆઇ ખાતે રૂમ ફાળવી રહેવા, જમવા, ફુડ પેકેટ, પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જામકંડોરણામાં આજે સવારે ઝરમર વરસાદ શરૂ થયો હતો રસ્તાઓ પલળે તેવા આ વરસાદથી મેઘરાજાએ આજે ભીમ અગીયારસના દિવસે અમી છાંટણા કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. હજુ પણ વરસાદી માહોલ યથાવત છે.

(11:18 am IST)